કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ચર્ચાઓ ચારે બાજુ શરૂ થઈ ગઈ છે. તેઓ હાલ એક સપ્તાહ માટે વિદેશ ગયા હોવાનું પણ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે આગામી 8-10 દિવસમાં ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે. ભરતસિંહે જણાવ્યું હતું કે, ભાજપ ખોટી અફવાઓ ફેલાવે છે.
કોંગ્રેસના જે ધારાસભ્યોના નામની અફવાઓ ઉડી છે તેઓ પોતે જાહેરમાં કહી ચૂક્યાં છે કે અમે એકલો હોઇશું તો પણ કોંગ્રેસના જ છીએ. જ્યારે શંકરસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો તેઓ પાર્ટી સાથે નારાજ નથી. હાલ તેઓ અંગત કારણોને લીધે એક અઠવાડિયા માટે બહાર ગયા છે. તેઓ 22મીએ પાછા ફરશે. બાપુ ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાઓએ જોર પકડતાં આખરે ભરતસિંહે કહ્યું હતું કે મીડિયા શાંતી રાખે બાપુ ક્યાંય નથી જવાના, ભાજપના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાવાના છે.