LIVE: PNB કૌભાંડ ડાયમંડ કિંગ નીરવ મોદીના 10 ઠેકાણા પર EDની છાપામારી, સ્વિટઝરલેંડ ભાગ્યો

Webdunia
ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (13:21 IST)
પીએનબીમાં લગભગ 11 હજાર 500 કરોડ રૂપિયાનુ કૌભાંડ સામે આવ્યુ છે. કૌભાંડનો આરોપ અરબપતિ જ્વેલર નીરવ મોદી પર છે. પીએનબીએ સીબીઆઈ પાસે નીરવ મોદી, મેહુલ ચોકસી સહિત બધા આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ રજુ કરવાનુ કહ્યુ છે. સીબીઆઈએ પીએનબી બેંકની ફરિયાદ પર ઉદ્યોગપતિ નીરવ મોદી અને તેના સહયોગીઓ સહિત કુલ 6 લોકો વિરુદ્ધ દગાબાજી અને અપરાધિક ષડયંત્ર અને સરકારી પદના દુરુપયોગનો કેસ  નોંધાવ્યો છે. 
 
LIVE UPDATES:
 
- નીરવ મોદીએ બેંક પાસે પૈસા પરત કરવા માટે છ મહિનાનો સમય માંગ્યો હતો. પણ સૂત્રો મુજબ બેંકે તેમની આ માંગ રદ્દ કરી દીધી અને તેમના વિરુદ્ધ કાયદાકીય ફરિયાદ તપાસ એજંસીઓને કરી દીધી. 
- 2014માં સરકર બદલાય હતી ત્યારે કૌભાંડને ખૂબ મોટુ કારણ માનવામાં આવ્યુ હતુ. યૂપીએના સમયે વિજય માલ્યા 9 હજાર કરોડ લઈને લંડન ભાગ્યો.. પણ હવે નીરવ મોદી પણ દેશ બહાર ગયા હોવાની શંકા છે. આ મામલે હવે કોંગ્રેસ અને બીજેપી સામ સામે આવી ગયા છે. 
 
-  પંજાબ નેશનલ બેંક કૌભાંડ પર નાણાકીય મંત્રી અરુણ જેટલીએ હોઠ સીવી લીધા છે પણ કેન્દ્રીય આર્યન મંત્રી ચૌધરી વીરેન્દ્દ્ર સિંહે કહ્યુ છે કે પીએનબી મામલો મોટો છે. તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ. 
 
-  આ મામલે આજે સવારે પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીએ નીરવ મોદીના મુંબઈ શોરૂમ અને કાળા ઘોડા સ્થિત ઓફિસ સહિત નવ ઠેકાણા પર છાપામારી કરી છે. દિલ્હીમાં નીરવના અડ્ડાઓ પર છાપામારી કરી છે. એક છાપામારી ડિફેંસ કોલોનીમાં થઈ રહી છે. 
- પીએનબી બેંકના 11 હજાર 500 કરોડ કૌભાંડ મામલામાં પૂર્વ બેંક મેનેજર ગોકુલ નાથ શેટ્ટીનો સમાવેશ છે.  તેના બોરિવલીમાં આવેલ એડ્રેસ પર એફઆઈઆર નોંધાયેલ છે. ત્યા જતા જાણ થઈ કે તેઓ બે વર્ષથી અહી રહેતા નથી. તેમણે પોતાનુ ઘર ભાડેથી આપ્યુ છે.  ભાડુઆતને એડ્રેસ પુછ્યો તો તેને કહ્યુ કે અમને ખબર નથી. બિલ્ડિંગના સેક્રેટરી મુજબ અહી સીબીઆઈના લોકો પણ આવ્યા હતા. 
 
- મેહુલ ચોકસી અને નીરવ મોદીની કંપનીઓના એ ખાતા જેમના દ્વારા કૌભાંડ થયુ તેમણે પીએનબીએ ફ્રોડ ખાતા જાહેર કરી દીધા છે. 
 
- પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી ડાયમંડ વેપારી નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયા છે. નીરવ મોદી એફઆઈઆર નોંધાતા પહેલા જ દેશમાંથી ચાલ્યા ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે તે સ્વિટરઝરલેંડના દાવોસમાં છે. 
 
- પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી ડાયમંડ વેપારી નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયા છે.  
 
- નીરવ મોદી અને મેહુલ ચૌકસીએ જે પૈસા પીએનબીની ગેરંટી પર ઉઠાવ્યા તેને પરત કર્યા નથી.

સંબંધિત સમાચાર

Next Article