જિયોએ દૂરસંચાર સેક્ટર માટે ભારત સરકારના સુધારાઓનુ સ્વાગત કર્યુ

Webdunia
બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (20:48 IST)
15 સપ્ટેમ્બર 2021. રિલાયંસ જિયોએ દૂરસંચાર સેક્ટર માટે ભારત સરકાર દ્વારા જાહેર સુધારા અને રાહત પેકેજનુ ખુલ્લા દિલથી સ્વાગત કર્યુ છે. એક નિવેદનમાં કંપનીએ કહ્યુ કે આ સુધાર, ભારતના ટેલિકોમ ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં સમયસર ઉઠાવેલુ પગલુ છે. ભારત ને દુનિયાની ટોચની ડિઝિટલ સોસાયટી બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને આ સુધારાઓથી બળ મળશે. 
 
કંપનીએ જણાવ્યુ કે ડિઝિટલ ક્રાંતિના ફાયદા બધા 135 કરોડ ભારતીયો સુધી પહોંચે. આ જ રિલાયંસ જિયોનુ મિશન છે. આ મિશન હેઠળ જિયોએ આ  સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે ભારતીયોને વિશ્વમાં શ્રેષ્ઠ ગુણવત્તા, સૌથી વધુ અને સૌથી સસ્તો ડેટા મળે. સરકારના ટેલિકોમ ક્ષેત્રના સુધારાઓ અમને અમારા ગ્રાહકો માટે વધુ સારા પ્લાન લાવવા માટે પ્રોત્સાહિત કરશે. 
 
જિયો ડિઝિટલ ઈંડિયા વિઝનના બધા લક્ષ્યોને મેળવવા માટે ભારત સરકાર અને ઉદ્યોગના અન્ય ખેલાડીઓ સાથે કામ કરવા માટે તત્પર છે, જેથી અમે સામૂહિક રૂપથી અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્રને ઉત્પાદક બનાવી શકીએ અને દરેક ભારતીયના જીવનને સુગમ બનાવી શકે. 
 
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ ડી અંબાનીએ કહ્યુ, ટેલિકોમ ક્ષેત્ર અર્થવ્યવસ્થાના મુખ્ય પ્રેરકોમાંથી એક છે અને ભારતને એક ડિઝિટલ સમાજ બનાવવા માટે મુખ્ય પ્રવર્તક છે. હુ ભારત સરકારના સુધારા અને રાહતના ઉપાયોની જાહેરતનુ સ્વાગત કરુ છુ. જે ઉદ્યોગને ડિઝિટલ ઈડિયાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. હુ માનનીય પ્રધાનમંત્રીને આ સાહસિક પહેલ માટે ધન્યવાદ આપુ છુ. 
 

સંબંધિત સમાચાર

Next Article