GSTના દરમાં ફેરફારથી બજારમા રાહત, અનેક કપનીના શેરમા ઉછાળો

Webdunia
શુક્રવાર, 10 નવેમ્બર 2017 (20:12 IST)
જીએસટીથી નારાજ સામાન્ય જનતા અને વેપારીઓ માટે સારા સમાચાર છે.  જીએસટી કાઉન્સીલની બેઠકમાં આજે રાહતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અહી ચાલી રહેલી કાઉન્સીલની 23મી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે માત્ર 50 પ્રોડકટને જ જીએસટીના 28 ટકાના દાયરામાં રાખવામાં આવે. જયારે 28 ટકાના દાયરામાંથી 177 ચીજોને બહાર કાઢી તેને 18 ટકાના સ્લેબમાં રાખવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે
 
જીએસટી કાઉન્સિલનો આ નિર્ણયથી લોકો, વેપારીઓને રાહત મળશે. સામાન્ય લોકો અને વેપારીઓ જીએસટીની મોંઘા દરોથી મોદી સરકારથી નારાજ હતા. કાઉન્સિલના અધ્યક્ષ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું હતું કે, અત્યાર સુધી 227 ચીજવસ્તુઓ એવી હતી જેના પર 28 ટકા ટેક્સ લાગતો હતો. આ યાદીમાંથી 117 વસ્તુઓ પર હવેથી 18 ટકા ટેક્સ લાગશે.
 
સસ્તું શું  ?
કહેવાય છે કે મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે ચોકલેટ, ફૂડ પ્રોડક્ટસ, માર્બલ, અને પ્લાયવુડ જેવી કેટલીય પ્રોડક્ટ હવે 18 ટકાના દાયરામાં આવશે.
 
મોઘું શું ? 
જ્યારે કહેવાય છે કે પેન્ટ, સિમેન્ટ, વોશિંગ મશીન, ફ્રીજ, અને તમાકુ જેવી પ્રોડક્ટની વસ્તુઓ પર કોઇ રાહત મળશે નહીં.
 
ઉલ્લેખનીય છે કે જીએસટી લાગૂ થયા બાદથી જ જીવન જરૂરી વસ્તુઓ પર વધુ ટેક્સ વસૂલીને લઇ સરકારની ઘણી નિંદા થઇ રહી હતી. ત્યારબાદ સરકાર દ્વારા આ વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાની આશા છેલ્લાં ઘણા સમયથી વ્યક્ત કરાઇ રહી હતી.

 કપનીના શેરમા ઉછાળો


એલ એન ટીમા 3.90 ટકાની તેજી આવી.  આ જ રીતે લેવાલી સમર્થનને કારણે હિન્દુસ્તાન યુનિલીવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ઓટો અને પાવર ગ્રિડના શેરમા 2,90 ટકા સુધીની તેજી આવી

સંબંધિત સમાચાર

Next Article