Gold- Silver Price Today: સસ્તુ થયુ સોનુ રેકાર્ડ હાઈથી આશરે 6 હજાર રૂપિયા ઓછા થયા ભાવ

Webdunia
મંગળવાર, 31 મે 2022 (16:09 IST)
Gold Price Today: જો તમે સોનુ ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે શુભ સમાચાર છે. ગ્લોબલ માર્કેટમાં આજે સોનાની માંગણી ઓછી થઈ રહી છે અને એમસીક્સ પર સોનાન ભાવ નીચે આવી ગયો છે. સોનાના ભાવમાં આજે સવારે સતત બીજા દિવસે નબળાઈ જોવાઈ 
 
સોનાની કિંમત ઘણા વર્ષોની ટોચે 55.600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. આ સમયે સોનું 51,000ની નીચે આવી ગયું છે અને તેના ઊંચા દર કરતાં લગભગ 6 હજાર રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ચાંદીમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો અને તેની કિંમત 62 હજાર સુધી આવી ગઈ હતી.
 
ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો હતો અને 120 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે ચાંદીની કિંમત 62,143 રૂપિયા પર પહોંચી ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદીનો ભાવ કિલો દીઠ રૂ. 62,023 નોંધાયો હતો.
 

સંબંધિત સમાચાર

Next Article