Gold price today- સોનાના ભાવમાં આજે ઘટાડો, એક મહિનામાં સોનું 4000 રૂપિયા સુધી સસ્તુ થયું

બુધવાર, 6 એપ્રિલ 2022 (09:51 IST)
(Gold price today) સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સોનું સતત ત્રીજા દિવસે સસ્તું થયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાનો વાયદો 0.28% ઘટીને રૂ. 51,387 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે ચાંદીનો વાયદો 0.5% વધીને રૂ. 66,623 પ્રતિ કિલોગ્રામ થયો હતો. વૈશ્વિક બજારમાં આજે અમેરિકી ડૉલરની સ્થિરતાના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સ્પોટ ગોલ્ડ 0.2% ઘટીને $1,929.31 પ્રતિ ઔંસ પર હતું.
 
સરાફાની સ્થિતિ
સરાફા માર્કેટમાં આજે 24 કેરેટ શુદ્ધ સોનું (Gold price today) રૂ. 61 સસ્તું થયું છે અને રૂ. 51451 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે, જ્યારે ચાંદીનો ભાવ (Silver Price today) રૂ. 63 મજબૂત થયો છે. ચાંદીનો આજે બંધ ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.66468 રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર