કેન્દ્ર સરકાર ગુરુવારે (આજે) એરલાઇન એર ઇન્ડિયાને ટાટા જૂથને સોંપી શકે છે. લગભગ 69 વર્ષ પહેલા ગ્રુપ પાસેથી એરલાઈન લીધા બાદ હવે તેને ફરીથી ટાટા ગ્રુપને સોંપવામાં આવી રહી છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી.
સરકારે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે એર ઈન્ડિયાને ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 18,000 કરોડમાં વેચી દીધી હતી. તે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીની અનુષંગી કંપની છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થવાના આરે છે. એર ઈન્ડિયાને ગુરુવારે ગ્રુપને સોંપવામાં આવે તેવી શક્યતા છે.