પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (09435/09436)નું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનના રૂટ, સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીગ્રામ-બોટાદ-સુરેન્દ્રનગર જંકશન-રાજકોટ-દ્વારકા-ઓખા થઈને દોડશે. આવો જાણીએ ટ્રેનનું ટાઈમ ટેબલ
ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી 20.20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 9.50 કલાકે ઓખા પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન ઓખાથી 23.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.50 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.
આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, સુરેન્દ્રનગર જંકશન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.
હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને આ ટ્રેનને માર્ચ મહિનામાં દ્વિ-સાપ્તાહિક અને ત્યારબાદ એપ્રિલ મહિનાથી સાપ્તાહિક ચલાવવાનો નિર્ણય લીધો છે
ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ માર્ચ મહિનામાં 16મી માર્ચ, 18મી માર્ચ, 23મી માર્ચ, 25મી માર્ચ અને 30મી માર્ચે દોડશે અને ત્યારબાદ 6 એપ્રિલ, 2024થી 29 જૂન, 2024 સુધી ગાંધીગ્રામ સ્ટેશનથી દર શનિવારે દોડશે. . એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ માર્ચ મહિનામાં 17 માર્ચ, 19 માર્ચ, 24 માર્ચ, 26 માર્ચ અને 31 માર્ચે દોડશે અને ત્યારબાદ 7 એપ્રિલ, 2024 થી 30 જૂન, 2024સુધી દર રવિવારે ઓખા સ્ટેશનથી દોડશે.
ટ્રેન નંબર 09435 અને 09436 માટે ટિકિટ બુકિંગ 15.03.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.