Gold Silver Price This Week : સોનામા તોફાની તેજી, 2500 રૂપિયા ઉછળ્યો, ચાંદીમા પણ વધારો, ગોલ્ડ કેમ ઉછળી રહ્યુ છે ?

શનિવાર, 9 માર્ચ 2024 (16:30 IST)
Gold Silver Price This Week :  સોના અને ચાંદીના ભાવમાં  આ સપ્તાહે મોટો વધારો નોંધાયો છે. યુએસ કોંગ્રેસ સમક્ષ જેરોમ પોવેલની જુબાની બાદ યુએસ ફેડ રેટ કટની અપેક્ષાએ વેગ પકડ્યો છે. જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવમાં 4 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ સપ્તાહે સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં (gold price today) નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. એમસીએક્સ એક્સચેન્જ પર, 5 એપ્રિલ, 2024 ના રોજ ડિલિવરી માટેનું સોનું 1 માર્ચ, શુક્રવારના રોજ 63,563 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સોનું 8 માર્ચ, શુક્રવારના રોજ 66,023 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે આ સપ્તાહે સોનાની કિંમતમાં 2,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધવામાં આવ્યો છે.
 
ચાંદીના ભાવ પણ વધ્યા 
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો થયો છે. એમસીએક્સ એક્સચેન્જ પર, 3 મે, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 1 માર્ચ, શુક્રવારના રોજ 72,278 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. જ્યારે શુક્રવાર, 8 માર્ચે તે રૂ. 74,262 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો. આ રીતે આ સપ્તાહે ચાંદીની કિંમતમાં 1984 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.
 
સોનાની વૈશ્વિક ભાવ 
શુક્રવારે વૈશ્વિક સોનાના ભાવ(Global Gold Price) મોટા વધારા સાથે બંધ થયો હતો.  કોમેક્સ પર સોનું 0.94 ટકા અથવા 20.30 ડોલર વધીને 2,185.50 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું. સાથે જ ગોલ્ડ સ્પોટ 0.88 ટકા અથવા  18.97 ડોલરના વધારા સાથે 2178.95 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો.
 
ચાંદીની વૈશ્વિક ભાવ
શુક્રવારે કોમેક્સ(Global Silver Price) પર ચાંદીની કિંમત 0.12 ટકા અથવા 0.03 ડોલર ઘટીને 24.55 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. સાથે જ  ચાંદી હાજર 0.07 ટકા અથવા 0.02 ડ ઓલર ઘટીને 24.31 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર