Petrol and diesel rates - સરકારે ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો મોટો ઘટાડો

ગુરુવાર, 14 માર્ચ 2024 (23:17 IST)
પેટ્રોલ અને ડીઝલની કિમતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા લોકોને મોઘવારીથી મોટી રાહત આપવામાં આવી છે. પંજાબ સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત સમાચાર મુજબ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.
 
 કિંમતો આવતીકાલે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. લોકોને આવતીકાલથી એટલે કે 15 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના 2 રૂપિયા ઓછા દરે મળશે. ઉલ્લેખનીય છે કે આજે પંજાબમાં પેટ્રોલની સરેરાશ કિંમત 98.39 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની સરેરાશ કિંમત 88.71 રૂપિયા પ્રતિ લિટર છે. આવતીકાલથી પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયાના નીચા ભાવે મળશે. ઉલ્લેખનીય  છે કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાના ઘટાડા અંગેની માહિતી શેર કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર