વરસાદમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમથી એક છે વાળ. આ ઋતુમાં વાળ ખરવા, બેજાન થવુ અને ડૈડ્રફ સામાન્ય વાત છે. જો આ ઋતુમાં વાળને ઠીક દેખરેખ ન કરવામાં આવે તો વાળ ખૂબ જ સમજોર થઈ જાય છે અને તૂટવા માંડે છે. જો તમને વાળની ચમકને કાયમ રાખવી છે તો આ ટિપ્સને ફોલો કરો.
1. યોગ્ય શેમ્પૂનો ઉપયોગ કરો - માનસૂનમાં વાળ જલ્દી ઓઈલી થઈ જાય છે. તેથી તેને વારેઘડીએ શેમ્પૂ કરવી પડે છે. આવામાં કોઈ સારા બ્રૈડના શેમ્પૂનો ઉપયોગ કરો. તેમા કૈમિકલ ઓછી માત્રામાં થાય છે.
2. એલોવેરા જૈલ - એલોવેરા ડૈડ્રફ બે મોઢાવાળા વાળ અને વાળ ખરવા જેવી સમસ્યાઓનો ઉપચાર કરે છે. તેની જૈલને કાઢીને સ્કૈલ્પ પર લગાવો અને અડધો કલાક પછી માથુ ધોઈ લો. તેનાથી બધી સમસ્યાઓથી છુટકારો મળશે.
3. ભીના વાળમાં કાંસકો ન કરો - ભીના વાળમાં ક્યારેય કાંસકો ન કરો. કારણ કે આ સમયે વાળ કમજોર થઈ જાય છે. તેના સુકાયા પછી મોટા કાંસકાથી વાળની ગૂંચ કાઢો.
4. વધુ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો - વરસાદની ઋતુમાં કોશિશ કરો કે વાળ પર વધુ બહારના પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો. એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો જેમા પેરાબેન્સ અને સલ્ફેટની માત્રા ઓછી હોય. તેનાથી તમારા વાળને વધુ નુકશાન નહી પહોંચે.
5. તેલ લગાવો - રાત્રે સૂતા પહેલા તેલને હળવુ ગરમ કરી વાળ પર મસાજ કરો અને સવારે ધોઈ લો. તેનાથી વાળ ડાય નહી થાય અને ચમક પણ આવશે.
6. સીરમનો ઉપયોગ કરો - વાળ ધોયા પછી તમારા વાળ પર સિરમ લગાવો. તેનાથી વાળ મોઈસ્ચરાઈઝ થશે અને સુંદર દેખાશે.
7. કંડીશનરનો ઉપયોગ - તમારા વાળને શેમ્પૂ કર્યા પછી કંડીશનરનો ઉપયોગ જરૂર કરો. આ વાળને નાના-નાના ભાગ કરીને તેના પર હળવુ કંડીશનરનો ઉપયોગ કરો.
8. સ્વસ્થ આહાર - તમારી ડાયેટમાં પૌષ્ટિક આહાર સામેલ કરો. જેમા પ્રોટીનની માત્રા વધુ હોય. આ આહાર તમારા વાળને સમય પહેલા સફેદ થતા બચાવે છે અને વાળની લંબાઈ વધવાની સાથે જ તેની જડોને પણ સ્વસ્થ બનાવે છે.