બ્યુટી ટિપ્સ - મજબૂત વાળ માટે કરાવો હોટ આઈલ મસાજ

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (11:00 IST)
ભેજને કારણે વાળ ખરવા સામાન્ય વાત છે. આ સાથે વાળમાં ખોડાની (ડેંડ્રફની) સમસ્યા પણ વધી જાય છે. પણ તમે આ સમસ્યાથી હોટ આયલ હેયર મસાજથી છુટકારો મેળવી શકો છો
 
શું છે?  હોટ આયલ મસાજ 
 
હોટ આયલ હેર મસાજ એટ્લે ગરમ તેલની વાળમાં માલિશ. વાળની જડને હેલ્ધી અને મજબૂત બનાવવાની સાથે કેમિકલ અને શૈંપૂથી થતા ડેમેજની ભરપાઈ પણ કરે છે. 
 
અઠવાડિયામાં એક બે વાર હોટ આઈલ મસાજ બ્લડ સર્ક્યુલેશન ને વધારી વાળને હેલ્દી બનાવે છે. સાથે તમે આનાથી રિલેકસ પણ અનુભવશો. 
હોટ આઈલ મસાજ કેવી રીતે કરશો  
 
વાળના પ્રકાર મુજબ કોઈ પણ તેલને હૂંફાળુ ગરમ કરો. જો વાળમાં ખોડો છે તો ,લીંબુનો રસ પણ એમાં મિકસ કરી શકો છો. પછી આંગળીઓના પોરવાથી કે કાટનની મદદથી વાળની તળિયે ધીમે-ધીમે લગાવો. 
ત્યારબાદ આંગળીઓને ગોળ-ગોળ ઘુમાવી વાળમાં મસાજ કરો. વચ્ચે-વચ્ચે થોડા-થોડા વાળ લઈ હળવા હાથે ખેંચો. આ પ્રક્રિયાને બે-ત્રણ વાર કરો. આવું કરવાથી વાળની ગ્રોથ વધશે.    
કયારે પણ વાળનું મસાજ ઉતાવળમાં ન કરો.  આનાથી વાળ ખેંચાશે અને તૂટશે. મસાજ સારી રીતે કર્યા બાદ ગરમ પાણીમાં ટોવેલ પલાળી નીચોવી આ ગરમ ટાવેલને વાળમાં બાંધી લો. અડધા કલાક સુધી રાખ્યા પછી વાળને શૈંપૂથી ધોઈ લો. શૈંપૂ પછી કંડીશનર લગાવવું ના ભૂલશો. 
 
હાટ આયલ હેયર મસાજ વાળ ધોવાના એક કલાક પહેલા કરો. તેથી વાળને પૂરૂ પોષણ મળશે. મહીનામાં એક વાર જો તમે ગરમ તેલથી વાળની માલિશ કરશો તો તેનો ફાયદો તમને જરૂર જોવા મળશે. 
Next Article