✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
Webdunia
જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ
અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત.
બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
અંતર્યામી સતચિત સુખ, બહાર સદગુરુ ધ્વિભુજ સુમુખ.
ઝોળી અન્નાપૂર્ણા કર માહય , શાન્તિ કમંડલ કર સોહાયઃ
કયાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.
આવ્યો શરણે બાળ અજાણઃ ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ!
સૂણી અર્જુન કેરો સાદ રીઝયો પૂર્વે તું સાક્ષાતઃ
દીધી રિધ્ધિ સિધ્ધિ અપાર, અંતે મુકિત મહાપદ સાર.
કીધો આજે કેમ વિલંબ? તુજ વિણ મુજનેના આલંબ!
વિષ્ણુશર્મ ધ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધ્ધમાં દેખી પ્રેમ.
જંભદૈત્યની ત્રાસ્યા દેવ, કીધી મ્હેર તેં ત્યાં તતખેવઃ
વિસ્તારી માયા, દિતિસુત ઈંદ્ર કરે હણાવ્યો તૂર્ત.
એવી લીલા કંઈ કંઈ શર્વ કીધી વર્ણવે કો તે સર્વ?
દોડયો આયુ સુતને કામ, કીધો એને તેં નિષ્કામ,
બોધ્યા યદુ ને પરશુરામ સાધ્યદેવ પ્રહલાદ અકામ.
એવી તારી કૃપા અગાધ! કેમ સૂણે ના મારો સાદ?
દોડ, અંતના દેખ અનંત! મા કર અધવચ શિશુનો અંત!!
જોઈ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ,
સ્મૃર્તગામી કલિતાર કૃપાળ! તાર્યો ધોબી છેક ગમાર.
પેટપીડથી તાર્યો વિપ્ર, બ્રાણીશેઠ ઉગાર્યો ક્ષિપ્રઃ,
કરે કેમ ના મારી વ્યાર? જો આણીગમ એકજ વાર!!
શુષ્ક કાષ્ઠને આણ્યાં પત્ર! થયો કેમ ઉદાસીન અત્ર?
જર્જર વંધ્યા સ્વપ્ન, કર્યો સફળ તે સુતનાં કૃત્સ્ન.
કરી દૂર બ્રાહ્મણનો કોઢ, કીધા પૂરણ એના કોડઃ
વંધ્યા ભેંસ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તે તતખેવ.
ઝાલર ખાઈ રીઝયો એમ, દીધો સુવર્ણઘંટ સપ્રેમ.
બ્રામણસ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર!
પિશાચ પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઉઠાડયો શૂર
હરી વિપ્રમદ અંત્યજ હાથ, રક્ષયો ભકત ત્રિવિક્રમ તાત!
નિમિષમાત્રે તંતુક એક, પ્હોંચાડયો શ્રીશૈલે દેખ!
એકી સાથે આઠ સ્વરુપ ધરી દેવ બહુરુપ અરુપ,
સંતોષ્યા નિજ ભકત સુજાત, આપી પરચાઓ સાક્ષાત.
યવનરાજની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ.
રામકૃષ્ણ રુપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમઃ
તાર્યો પથ્થર ગણિકા વ્યાધા! પશુ પંખી તુજને સાધ!!
અધમઓધારણ તારું નામ ગાતાં સરે ન શાંશાં કામ?
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણમાત્રથી શર્વ!
મૂઠચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ.
ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાઓ જંદ અસુર
નાસે મૂઠી દઈને તૂર્ત, દત્તધૂન સાંભળતાં મૂર્ત.
કરી ધૂપ ગાએ જે એમ દત્તબાવની આ સપ્રેમ,
સુધરે તેના બંને લોક રહે ન તેને કયાંયે શોક!
દાસી સિધ્ધિ તેની થાય, દુખ દારિદ્રય તેનાં જાય !
બાવન ગુરુવારે નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ,
યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.
અનેક રુપે એજ અભંગ, ભજતાં નડે ન માયા રંગ!
સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક!!
વંદું તુજને વારંવાર, વેદ શ્ર્વાસ તારા નિર્ધાર?
થાકે વર્ણવતાં જયાં શેષ, કોણ રાંક હું બહુકૃતવેષ?
અનુભવતૃપ્તિનો ઉદગાર, સૂણી હસે તે ખાશે માર!
તપસી તત્વમસિ એ દેવ, બોલો જયજય શ્રી ગુરુદેવ!
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Shani Chalisa Lyrics: સુખ-સમૃદ્ધિ ઇચ્છો છો તો આજે જ કરો આ કામ, શનિદેવ આપશે આશીર્વાદ
ગુરુવારે કેળાનું દાન કેમ કરવું જોઈએ? ફાયદા અને મહત્વ જાણો
Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો
Gayatri Jayanti 2025 - ગાયત્રી જયંતીના શુભ દિવસ પર વ્હોટ્સ પર કે ફેસબુક મેસેજ દ્વારા મોકલો શુભેચ્છા
ગુરૂવારે કરશો આ ઉપાય તો આર્થિક સમસ્યા થશે દૂર
વધુ જુઓ..
જરૂર વાંચો
Sunday Quotes in Gujarati - રવિવારના સુવિચાર
Gujarati Suvichar - શનિવારના સુવિચાર
Monsoon Skin Care Tips: વરસાદની ઋતુમાં ત્વચાની સમસ્યાઓ વધી જાય છે, આ સરળ ત્વચા સંભાળ દિનચર્યાઓ અનુસરો
રેસ્ટોરન્ટ સ્ટાઇલની મશરૂમ બિરયાની કુકરમાં બનાવો, સરળ રેસીપી નોંધી લો
શુ તમે જાણો છો કે સેક્શુઅલ રિલેશન પછી 10 મિનિટની અંદર તમારે શુ કરવુ જોઈએ ?
વધુ જુઓ..
નવીનતમ
Muharram 2025: 6 કે 7 જુલાઈ... મોહરમ ક્યારે છે, શું રજાને લઈને કન્ફ્યુજન છે? જાણો વિગત
ગુજરાતી લોકગીત - ગોરમા, ગોરમા રે…Gor ma re gor ma
Gauri Vrat 2025 Date - ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત ? જાણો તેનુ મહત્વ અને પૂજા વિધિ
Shani Chalisa: શનિવારે આ રીતે કરો શનિ ચાલીસાનો પાઠ, દૂર થશે શનિ દોષ
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
Next Article
Rath Yatra 2025: જગન્નાથ પુરીની રથયાત્રામાં ભગવાનનો પ્રસાદ ક્યાંથી આવે છે? જાણો તેની વિશેષતા