ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ આજે કોંગ્રેસના નેતા હિમાંશુ વ્યાસે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે કે આપમાં તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, હિમાંસુ વ્યાસ બપોરે જ કમલમ ખાતે પહોંચી ગયા હતા અને કેસરીયો ધારણ કર્યો હતો. તેમણે આજે જ સવારે કોંગ્રેસમાં તમામ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.
હિમાંશુ વ્યાસ સામ પિત્રોડાના નજીકના મનાય છે. જ્યારે અગાઉ તેઓ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી મેદાને ઝંપલાવી ચૂક્યા છે. બન્ને વખત તેમને ભાજપ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.તેમણે કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધુ હતું અને હવે તેઓ ભાજપમાં જોડાય ગયા છે. કોંગ્રેસમાંથી નારાજ થયેલા હિમાંશુ વ્યાસે કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને કમલમ કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે કહ્યું કે, સંગઠન જે કામ સોંપશે તે તેઓ કરશે.