ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ગુજરાત ચૂંટણીમાં કોણ હશે કોંગ્રેસનો CM ચહેરો? આ નેતાઓના નામની ચર્ચા

શુક્રવાર, 4 નવેમ્બર 2022 (11:21 IST)
ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ પછી 8 ડિસેમ્બરે મતગણતરી થશે. તો બીજી તરફ પ્રદેશની સત્તાધારી પાર્ટી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ આ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દરમિયાન ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદારોમાં અનેક નામો સામે આવી રહ્યા છે.
 
જગદીશ ઠાકોરના નામની ચર્ચા
ગુજરાતમાં કોંગ્રેસના સીએમ ચહેરા માટે અનેક નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે. આ ચર્ચામાં સૌથી પહેલું નામ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ મોતીજી ઠાકોરનું છે, સાથે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને જીજ્ઞેશ મેવાણી પણ સીએમ ચહેરાની રેસમાં છે. જો કે હજુ સુધી કોંગ્રેસે કોઈ નેતાના નામ પર સત્તાવાર મહોર મારી નથી. તમને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર ઓબીસી સમાજના શક્તિશાળી નેતા છે, તેમણે પૂર્વ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના સ્થાને ચાર્જ સંભાળ્યો હતો. જગદીશ ઠાકોર ગાંધીનગરની દહેગામ વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે અને તેમની ગણના ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતાઓમાં થાય છે.
 
કોંગ્રેસે જાહેર કર્યા 8 સંકલ્પ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતની જનતા માટે કોંગ્રેસના 8 સંકલ્પ બહાર પાડ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને લખ્યું કે 7 કરોડ ગુજરાતી બહેનો અને ભાઈઓ માત્ર કોંગ્રેસને પરિવર્તનનો વિકલ્પ માને છે. આ સાથે જ તેમણે કોંગ્રેસના 8 સંકલ્પ વિશે જણાવતાં લખ્યું કે, 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર, 300 યુનિટ સુધીની વીજળી મફત, 10 લાખ રૂપિયા સુધીની સારવાર અને દવાઓ મફત, ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફી, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ અને રૂ. 300 બેરોજગારી ભથ્થું, 3 હજાર સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ, સહકારી મંડળીમાં દૂધ પર રૂ. 5 લીટર સબસીડી અને કોરોનાને કારણે જીવ ગુમાવનારા 3 લાખ લોકોના પરિવારને રૂ. 4 લાખ વળતર. તમને જણાવી દઈએ કે બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર