સુરતના ઉધનાના ઉમેદવારને અજાણ્યાએ ફોન કરી રાજ્યસભા સાંસદ બનાવવાની ઓફર કરી?

Webdunia
શનિવાર, 19 નવેમ્બર 2022 (14:42 IST)
સુરત પૂર્વના આપના ઉમેદવારે તો ફોર્મ પરત ખેંચી લીધું છે. ત્યારે ઉધના બેઠકના ઉમેદવારને પણ એક ફોન કોઈ અજાણ્યાએ કર્યો હતો. જેમાં ભાજપને સપોર્ટ કરે તો રાજ્યસભા સાંસદ બનાવવાની પણ ઓફર કરવામાં આવી હતી. ત્યારે ઉમેદવારે આ ઓફરને નકારતાં હસતાં હસતાં કહ્યું કે, સવાર સવારમાં કોઈ મળ્યુ નથી કે શું. અજાણ્યા વ્યક્તિએ ઉધના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર પાટીલને ફોન કરીને કહ્યું કે, તમારે ભાજપને સપાર્ટ કરવો જોઈએ. ત્યારે મહેન્દ્ર પાટીલે કહ્યું કે, તમને ખબર તો છે ને કે હું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું. ત્યારે સામેથી કહેવાયું કે હા બધુ જાણું છું. મારી જવાબદારી હોવાથી હું તમને ફોન કરી રહ્યો છું. મને ઉપરથી કહેવાયું છે તે પ્રકારના લવારા કરતાં ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે શરૂઆતમાં તો મહેન્દ્ર પાટીલે ચોખ્ખી ના પાડી તો ધમકીના સ્વરમાં પણ વાત કરવામાં આવી હતી.

સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર પાલિકાની ચૂંટણીમાં જીત્યા બાદ પક્ષ સ્થાનિક સ્તરે મજબૂત થયો છે. જેથી આ વખતે આપ દ્વારા ગુજરાતમાં 182 બેઠક પર ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યાં છે. સુરતની 12 બેઠકો પર પણ ઉમેદવાર ઉભા રખાયા છે. ત્યારે ઉધના બેઠક પર આપનું જોર ઓછું હોવા છતાં આપના ઉમેદવારને કોઈ અજાણ્યાએ ફોન કરી ભાજપ માટે સમર્થન માગવાની સાથે સાથે રાજ્યસભાના સાંસદ બનાવવાની વાત કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article