ગુજરાતમાં ચૂંટણી ક્યારે ? 17 ઓક્ટોબર પછી થશે જાહેરાત ?

Webdunia
શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (14:08 IST)
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરૂવારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી પણ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેરાત ના કરાઈ તેથી આશ્ચર્ય ફેલાયું છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ માટે આજે તારીખોની જાહેરા કરી નથી. જોકે એ નક્કી મનાઇ રહ્યું છે કે ગુજરાત ચૂંટણી પણ 18મી ડિસેમ્બરની પહેલાં જ થશે. પરંતુ હજુ તારીખોની જાહેરાત કરાઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચૂંટણી પંચે જણાવ્યું કે બનાસકાંઠામાં આવેલા પૂરના લીધે ચૂંટણીની તારીખો થોડીક પાછળ કરવાનું કહેવામાં આવ્યું હતું ગુજરાતમાં અત્યારે ભાજપની ગૌરવયાત્રાઓ નીકળી રહી છે. તેના અંતિમ દિને એટલે કે 17 ઓક્ટોબરે ગાંધીનગરના ભાટ નજીક ભાજપ તરફથી મતદારયાદીના દરેક દીઠ નિમાયેલા પેઈજ પ્રમુખોનું એક વિશાળ સંમેલન મળવાનું છે. આ સંમેલનમાં નરેન્દ્ર મોદી તથા અમિત શાહ ખાસ ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધવાના છે.
 
 ભાવનગરમાં નરેન્દ્ર મોદી ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું ઉદઘાટન કરશે. એ પછી ત્યાં જાહેર સભાનું પણ આયોજન કરાયું છે. વડાપ્રધાનની જાહેર સભા પૂર્ણ થયા બાદ એટલે કે 17 ઓક્ટોબર પછી ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરાશે.  ચૂંટણીની તારીખની પંચ દ્વારા જાહેરાત કરાયા તારીખથી જ રાજયમાં ચૂંટણીની આચરસંહિતા અમલમાં આવી જશે અને તેના અમલના ભાગરૂપે કેન્દ્ર કે રાજય સરકાર પ્રજા-મતદારો ઉપર પ્રભાવ ઊભો કરે તેવી કોઈ નવી જાહેરાત કરી શકે નહી તેના કારણે જાહેરાત પાછી ઠેલાઈ છે. 17 ઓક્ટોબર પછી ગમે ત્યારે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાશે.

સંબંધિત સમાચાર

Next Article