રાજકોટમાં વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવને લઈને અનોખો વિરોધ કરાયો

ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (14:24 IST)
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસના કાર્યકરો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યાં છે. કોંગી કાર્યકરોએ રાજકોટમાં અનોખો વિરોધ કર્યો હતો. કોંગી કાર્યકરોએ એક પેટ્રોલ પંપ પર લોકોને 35 રૂપિયામાં જબરજસ્તીથી પેટ્રોલ પૂરાવી દીધું, તથા પેટ્રોલ પર લાગતો ટેક્સ ચૂકવ્યો ન હતો. રાજ્યમાં પેટ્રોલ ભાવ વધારા તેમજ મોંઘવારી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂ઼ડમાં જોવા મળી હતી.  કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગોંડલ રોડ પર આવેલા રાજકમલ પેટ્રોલ પંપ પર ૩૫ રૂપિયામાં જોર જબરજસ્તીથી પેટ્રોલ પૂરાવી દેવામાં આવ્યું હતું. તથા કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ પર ટેક્સ ભરવાની ના પાડી હતી.

ગુજરાતમાં હાલમાં 26 ટકા વેટ પેટ્રોલ-ડીઝલ પર છે. ઉના ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર પણ વેટના દરમાં ઘટાડો કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર