- શપથ સમારોહ 200થી વધુ ધર્મગુરૂઓ
- શપથ સમારોહ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ તોડ શો કર્યું.
- એરપોર્ટ ઉપર વિવિધ મંત્રીઓ મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાઓનું ઉતરાણ
- સમારોહમાં ભાગ લેવા માટે વિવિધ ગાયક કલાકારો ઉપસ્થિત
- શપથવિધિમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી એરપોર્ટ ઉપર પહોંચ્યા, જ્યાંથી રોડ શો યોજ્યો
- શપથ પહેલા આજે વિજય રૂપાણીએ ગાંધીનગરના પંચદેવ મહાદેવ અને અક્ષરધામ મંદિરે દર્શન કર્યા હતા.
- મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી જીત પછી મંગળવારે વિજય રૂપાણી એકવાર ફરી ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ સહિત 30 મંત્રી પદના મંત્રીઓ પણ શપથ લેશે.
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી સીએમના રૂપમાં બીજી વાર શપથ લેશે. આ ઉપરાંત બીજેપી સતત રાજ્યમાં છઠ્ઠીવાર સરકાર બનાવી રહી છે. મીડિયા મુજબ રૂપાણીના મંત્રીમંડળમા આ વખતે અનેક નવા ચેહરા જોવા મળી શકે છે.