ગુજરાતમાં સોળ મહિનાના શાસનમાં પાટીદાર અનામત આંદોલન, ઓબીસી આંદોલન અને દલિત આંદોલન સહિતના અનેક પડકારોના સામનો કરીને ભાજપને સતત છઠ્ઠી વાર રાજ્યમાં શાસન સ્થાપવામાં મહત્ત્વનું યોગદાન આપનારા વિજય રૂપાણીની પ્રતિભા, કારકિર્દી, કાર્યશૈલીના ગુણો આરએસએસના સંગઠન સંસ્કારોને દેન છે. રાજકોટમાં ભાજપના કોર્પોરેટરથી રાજ્યસભાના સભ્ય અને પ્રદેશ પ્રમુખથી મુખ્ય પ્રધાન સુધીની તેમની કુશળ સંગઠન શક્તિ અને સાદગી તેમ જ જમીન સાથે જોડાઇને કામ કરવાની તેમની વિશેષતા રહી છે.