રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં કોંગ્રેસના ધારાસભ્યોમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલાં સાતમાંથી પાંચ ધારાસભ્યોનો પરાજય થયો છે. ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડેલાં આ ધારાસભ્યોને હરાવવા માટે ભાજપના સ્થાનિક નેતાઓ-આગેવાનોએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ જિલ્લાની વિરમગામની બેઠકના ઉમેદવાર તેજશ્રીબેન પટેલ, માણસાના અમિત ચૌધરી, જામનગરના રાઘવજી પટેલ, ઠાસરાના રામસિંહ પરમાર અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણને પક્ષપલટો કરવાની કિંમત પરાજયથી ચૂકવવી પડી છે.