કોંગ્રેસની સત્તા આવે તો પરેશ ધાનાણી સીએમ પદના દાવેદાર - હાર્દિક પટેલ

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (11:51 IST)
હાર્દિક પટેલે અમરેલીમાં જાહેર સભામાં નિવેદન કર્યુ હતુ કે, અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ધારાસભ્યના ઉમેદવાર નહિ પરંતુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. ખેડૂતના દિકરાને મુખ્યમંત્રી બનાવવો જોઇએ. જ્યારે ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં આપણે છેલ્લા 25-25 વર્ષોથી મુર્ખ અને નપુંસક જેવા ધારાસભ્યો બેસાડી રાખ્યા છે. હાર્દિકના નિવેદનથી સમગ્ર રાજ્યનું વાતાવરણ ગરમાયુ હતું.

જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ હાર્દિક પટેલના નિવેદન પર‘નો કોમેન્ટ’ કહીને જવાબ ટાળ્યો હતો. અમરેલીમાં પાટીદાર સમાજની અનામત અંગે તથા ખેડૂતોને પડતી તકલીફો વિશે પાસ દ્વારા જાહેર સભાનુ આયોજન કરવામાંઆવ્યુ હતુ. જેમાં હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે અમરેલી જિલ્લો રાજકારણનુ એપી સેન્ટર છે, દર વખતે અમરેલીના કૃષિમંત્રી હોય છે. પરંતુ તેમ છતા ખેડૂતો પાયમાલ થયા છે. જેથી આ વખતે અમરેલી શહેર રાજ્ય સરકાર હવે ખેડુતના દિકરોને મુખ્યમંત્રી બનાવવાનો જનાધાર અમરેલીની જનતા પાસેથી માંગવામાં આવ્યો હતો. જ્યારે ભરત સોલંકીને કોઇ વાંધો તો નથી તેના જવાબમાં ના ના કોઇ વાંધો ના હોઇ શકેનો પ્રતિઉત્તર હાર્દિક પટેલે આપ્યો હતો. જ્યારે હાર્દિક પટેલના નિવેદન પર કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીને પુછવામાં આવ્યુ ત્યારે ભરતસિંહ સોલંકીએ હાર્દિક પટેલના નિવેદન પર કંઇ પણ બોલ્યા વગર ‘નો કોમેન્ટ’ નો જવાબ આપ્યો હતો.
 
 
 

સંબંધિત સમાચાર

Next Article