દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતનાં વતની છે. રાણીપ વિધાનસભાના મતક્ષેત્રમાં તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું છે. વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત વિધાનસભાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. આથી તેઓ મતદાન કરવા અમદાવાદ આવશે કે કેમ ? તેની લોકોમાં જિજ્ઞાાસા હતી. જેનો જવાબ સૌ કોઈને મળી ગયો છે અને ઁસ્ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદમાં આવશે. વડાપ્રધાન મોદી રાણીપની નિસાન વિદ્યાલય ખાતે મતદાન કરશે. જ્યારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે સવારમાં મતદાન કરશે. આ જ રીતે કેન્દ્રીય નાણામંત્ર અને ગુજરાતમાંથી રાજ્યસભા માટે સાંસદ તરીકે ચૂંટાયેલા અરૃણ જેટલી એસ.જી. હાઈવે પર આવેલી ચિમનભાઈ ઈન્સ્ટીટયુટ ખાતે મતદાન કરશે. ભાજપ સરકારમાં માજી નાયબ વડાપ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ પણ શાહપુર હિન્દી શાળા નંબર ૧-૨ની મતદાર યાદીમાં છે. તેઓ પણ મતદાન કરવા ૧૪મી ડિસેમ્બરે આવશે.