Gujarat Election - એક મહિનામાં સવા કરોડની મશરૂમ ખાય છે મોદી... તેથી દેખાય છે ગોરા અને જવાન - અલ્પેશ

મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (17:31 IST)
ગુજરાતમાં બીજેપી વિરોધના ત્રણ ચહેરાઓમાંથી બે અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ વડગામમાં ભેગી રેલી કરી. ભેગી રેલીમાં બંનેયે બીજેપીને નિશાન બનાવ્યુ.  ગુજરાત ચૂંટણીના બીજા ગાળા માટે પ્રચારના અંતિમ દિવસ હોવાને કારણે બંનેના શબ્દોમાં આક્રમકતા જોવા મળી. આ દરમિયાન અલ્પેશે પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો.. 
 
અલ્પેશે પોતાના ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીની તાકત અને મશરૂમ વચ્ચે કનેક્શન બતાવ્યુ.. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદી એક મહિનામાં કરોડો રૂપિયાની મશરૂમ ખાઈ જાય છે.. અલ્પેશે કહ્યુ કે મોદી કહે છે કે ન તો હુ ખાઉ છુ અને ન તો ખાવા દઉ છુ.. પણ હુ બતાવવા માંગીશ કે મોદીજી જે ખાય છે તે તમે નથી ખાઈ શકતા.. તેના ગરીબ નથી ખાઈ શકતા. 
 
અલ્પેશ મુજબ પીએમ મોદીની મજબૂતીનુ રહસ્ય કિમતી મશરૂમ છિપાવેલ છે... અલ્પેશ મુજબ આ મશરૂમ ખૂબ કિમતી છે.. પીએમ મોદી દરરોજ પાંચ મશરૂમ ખાય છે.. આ મશરૂમને તાઈવાન પાસેથી મંગાવવામાં આવે છે.. એક મશરૂમની કિમંત 80 હજાર રૂપિયાના નિકટ છે. 
 
અલ્પેશ અનુમાર પીએમ મોદી આ પ્રકારના એક મહિનામાં 1 કરોડ 20 લાખ રૂપિયાની મશરૂમ ખાય જાય છે.. અલ્પેશે કહ્યુ કે જે પીમ પોતે કરોડોના મશરૂમ ખાઈ જાય છે તો તેના કાર્યકર્તા કેટલુ ખાઈ જતા હશે.. અલ્પેશ મુજબ ગુજરાતના સીએમ રહેતા પણ મોદી આ મશરૂમ ખાતા હતા. ઠાકોરે કહ્યુ કે પહેલા મોદીનો રંગ તેમના જેવો કાળો હતો પણ કિમતી મશરૂમના ખોરાકને કારણે મોદી ગોરા થઈ ગયા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર