દિવાળીના દિવસે અહી પ્રગટાવશો દિવો તો મળશે શુભ ફળ

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2017 (16:19 IST)
દિવાળી પર પ્રદોષકાળનો સમય સાંજે 5.38 વાગ્યાથી લઈને રાત્રે 8.14 મિનિટ સુધી રહેશે.  આ કાળમાં લક્ષ્મી પૂજનનુ સૌથી શુભ મુહૂર્ત છે.  
 
ભારતના સૌથી મોટા તહેવારોમાંથી દિવાળી એક છે. કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીના તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ વર્ષે દિવાળી 19 ઓક્ટોબર 2017ના રોજ ઉજવાશે. દિવાળીના તહેવારના દિવસે પ્રકાશનુ પોતાનુ જુદુ જ મહત્વ છે. પ્રકાશ માટે પારંપારિક રીતે દીવાને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. દિવાળીના તહેવાર પર ઘરને દિવાથી ઝગમગ કરવામાં આવે છે. 
 
દિવાળી પર દીવા પ્રગટાવાની એક જુદી જ માન્યતા છે. એવુ માનવામાં આવે છે કે દિવાળી પર દિવા પ્રગટાવવાથી ભગવાન ગણેશ અને મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે.  આ ઉપરાંત દિવાને શુભ સંકેતના રૂપમાં પણ જોવામાં આવે છે. આવો જાણીએ દિવાળી પર ક્યા ક્યા દીવા પ્રગટાવવા જોઈએ... 
 
1. સૌથી પહેલા દિવાળી પર મા લક્ષ્મીની ફોટો આગળ ઘી નો એક મોટો દિવો પ્રગટાવવો ખૂબ શુભ ફળદાયક રહે છે.. 
 
2. આ ઉપરાંત આખા ઘરમાં તેલનો દિવો પ્રગટાવવો જોઈએ. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પર જરૂર દિવો પ્રગટાવવો જોઈએ. ઘરના મંદિરમાં પણ દીવો પ્રગટાવવો જોઈએ. 
 
3. આ ઉપરાંત ઘરમાં રહેલ બારી અને અગાશી પર પણ દીવો પ્રગટાવવો જોઈએ. ઘરના રસોડામાં પણ દીવો પ્રગટાવવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં દરેક સમયે અન્ન બનાવી રહે છે. અન્નની કમી નથી રહેતી. ઘરના રૂમના ઉંબરા પર પણ દીવો પ્રગટાવવો જોઈએ. 
 
4. ઘરના ઉપરાંત ઘરની બહાર પણ અનેક સ્થાન પર દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.  ઘરની બહાર જો કોઈ ચારરસ્તા છે તો ત્યા પણ દીવો પ્રગટાવવો જોઈએ.. ઘરની નિકટ કોઈ મંદિર છે તો ત્યા પણ દીવો પ્રગટાવવો જોઈએ. 
 
5 દિવાળીની રાત્રે પીપળના ઝાડ નેચે દીવો પ્રગટાવવાની માન્યતા છે. એવુ માનવામાં આવે છે કે તેનાથી મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

Next Article