Happy Dussehra વર્ષ ભર શુભ ફળ આપશે, દશેરા પર કરેલ 5 વાતો

રવિવાર, 30 સપ્ટેમ્બર 2018 (10:05 IST)
હિન્દુ ધર્મમાં દશેરાને લઈને ઘણી માન્યતાઓ પ્રહલિત છે , અને ઘણી રીતથી આ તહેવાર મહત્વપૂર્ણ ગણાય છે. રાવણ દહન, શસ્ત્ર પૂજન અને સોના પાંદળી વહેચીને ભાઈચારાનો પર્વ ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે કેટલીક વાતો, વર્ષભર તમારા માટે શુભ અને સુખદાયી સિદ્ધ થઈ શકે છે. જાણો કઈ છે એ 5 વાતો 
1. દશહરાના દિવસે શમીના ઝાડનો પૂજન વર્ષ ભર માટે ધન અને સંપન્નતાનો સુખ આપે છે. માનવું છે કે આ દિવસે કુબેરએ રાજા રઘુને સ્વર્ણ મુદ્રાઓ આપવા માટે  શમીના પાનને સોનાના બનાવી દીધું હતું. ત્યારે થી જ એ ઝાડનો પૂજન અને એમની પાંદળીઓ ભેંટ કરવાની પરંપરા છે. 
 
2. શમીના ઝાડનો પૂજન તો મહત્વપૂર્ણ છે જ , હો તમે દશેરાના દિવસે શમીના છોડ લાવીને તમારા ઘરમાં લગાવો છો, તો એ વર્ષ ભર તમને સમૃદ્ધિ આપે છે. 
 
એના માટે નિયમિત રૂપથી એમનો પૂજન અને દીપદાન જરૂરી છે. 

3. દશેરાના દિવસે માં દુર્ગાની વિદાય હોય છે , જેનાથી મનમાં પણ એક ખાલીપન છવાઈ જાય છે પણ માં અંબે વર્ષ ભર સમૃદ્ધિના રૂપમાં તમારા ઘરમાં રહી શકે છે. એના માટે માતા દુર્ગાના પગને એક લાલ કપડાથી પોંછીને કપડાને તિજોરીમાં મૂકી દો. વર્ષભર પૈસાની ઉણપ નહી થશે. 
4.  રાવણ રૂપી બુરાઈને પવિત્ર અગ્નિમાં સળગાવયા પછી, જે લાકડીઓ બચે છે, એ પવિત્ર અને સકારાત્મક ગણાય છે. એમાં કેટલીક લાકડી લાવીને ઘરમાં કોઈ ખાસ સ્થાન પર મૂકો. આ વર્ષ ભર તમારા પરિવારને ખરાબ નજર અને સકારાત્મકતાથી બચાવી રાખશે. 
 
5. દશહરાના દિવસે જો કયાં નીલકંઠના દર્શન હોય છે, તો આ તમારા માટે ખાસ શુભફળદાયી સિદ્ધ હોય છે. જો તમારી સાથે એવું હોય છે તો વર્ષભર તમારા સૌભાગ્ય તમારી સાથે રહેશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર