laxmi puja diwali - દિવાળીની પૂજા વિધિમાં જરૂરી સામગ્રી - દિવાળી Diwaliના દિવસે પૂજામાં વપરાતી અનેક વસ્તુઓ આમ તો ઘરમાં જ મળી જાય છે પણ છતા પણ કેટલીક અન્ય વસ્તુઓ પણ બજારમાંથી લાવવી પડે છે જે નિમ્ન પ્રકારની છે.
લક્ષ્મી, સરસ્વતી અને ગણેશજીનુ ચિત્ર કે પ્રતિમા, લાલ દોરો, કંકુ, ચોખા, પાન, સોપારી, લવિંગ, ઈલાયચી, ધૂપ, કપૂર, અગરબત્તી, માટી અને તાંબાના દિવા, રૂ ઉપરાંત મોલી, નારિયળ, મઘ, દહી, ગંગાજળ, ગોળ, ધાણા, ફળ, ફૂલ, જવ, ઘઉં, દુર્વા, ચંદન, સિંદૂર, ઘૃત, પંચામૃત, દૂધ, મેવા, ધાણી, પતાશા, ગંગાજળ, જનોઈ, સફેદ કપડુ, અત્તર, ચૌકી (બાજટ) કમળકાકડીની માળા, કળશ, શંખ, આસન, થાળી, ચાંદીનો સિક્કો, દેવતાઓના પ્રસાદ માટે મિઠાઈ(વર્ક વગરની).
દિવાળી પૂજા વિધિ - diwali ki puja vidhi
દિવાળી Diwali ની પૂજા દરમિયાન સર્વપ્રથમ એક બાજટ લો અને સફેદ વસ્ત્ર બાજટ પર પાથરી લો. હવે ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને સરસ્વતીની પ્રતિમા અથવા તસ્વીર તે બાજટ પર વિરાજીત કરો.
ત્યારબાદ જળપાત્ર માંથી થોડુ જળ લઈને તેને નિમ્ન મંત્રનો જાપ કરતા પ્રતિમા ઉપર છાંટી દો. ત્યારબાદ પૂજા સ્થાન અને પોતાની ઉપર છાંટો. પાણી છાંટીને ખુદને પવિત્ર કરો.
પૂજા દરમિયાન તમારુ મન અને ચિત્ત શાંત રાખો અને સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાનનુ ધ્યાન કરો. ત્યારબાદ હાથમાં જળ લઈને સંકલ્પ કરો સાથે જ ફુલ અને ચોખા પણ હાથમાં લો. ત્યારબાદ ધ્યાન કરતા આવો સંકલ્પ લો - હુ તમારુ નામ, તમારુ સ્થાન, સમય માતા લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવા જઈ રહ્યો છુ. જેનુ મને શાસ્ત્રોકત ફળ પ્રાપ્ત થાય.
ત્યારબાદ સૌ પહેલા ભગવાન ગણેશજી અને ગૌરી પૂજન કરો. ત્યારબાદ કળશ પૂજન કરો પછી નવગ્રહોનુ પૂજન કરો. હાથમાં ચોખા અને પુષ્પ લઈ લો અને નવગ્રહ સ્ત્રોત બોલો.
ત્યારબાદ બધા દેવી દેવતાઓને લાલ દોરો અર્પણ કરો અને ખુદના હાથ પર પણ બાંધી લો. હવે બધા દેવી દેવતાઓને તિલક લગાવીને ખુદ પણ તિલક લગાવો. ત્યારબાદ મહાલક્ષ્મીની પૂજા આરંભ કરો.
દિવાળી Diwali માં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીસૂક્ત, કનકધારા અને લક્ષ્મી સૂક્તનો પાઠ કરો.
સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા કરો ત્યારબાદ દેવી લક્ષ્મીની આરતી કરો. તેમની સમક્ષ 7, 11 અથવા 21 દિવા પ્રગટાવો અને માતાને શ્રૃંગાર અર્પિત કરો. શ્રી સૂક્ત, લક્ષ્મી સૂક્ત અને કનકધારાનો પાઠ કરો. તમારી પૂજા પૂર્ણ થશે.