Diwali safety tips - ફટાકડા ફોડતા સમયે રાખો આ કાળજી

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2023 (18:19 IST)
Diwali Crackers-દિવાળીમાં તહેવાર પોતાની સાથે રૌનક અને ખુશીઓ લઈને આવે છે. દિવાળી ઉજવવામાં વ્યસ્ત લોકો આ ભૂલી જાય છે કે તેમના દ્વાર ફોડવામાં આવતા ફટાકડા ફક્ત પર્યાવરણ જ નહી પણ હેલ્થ માટે પણ હાનિકારક છે. ફટાકડાનો ધુમાડો આંખો અને ત્વચાને નુકશાન પહોંચાડે છે તો બીજી બાજુ લીવર પર પણ અસર કરે છે. તેથી ખૂબ જરૂરી છે કે તમે ફટાકડા બની શકે તેટલા ઓછા જ ફોડો.  દિવાળી સેલિબ્રેટ કરવા સાથે તમારુ આરોગ્ય ત્વચા અને આંખોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. 
 
 
આંખોની કેયર - 
- ફટાકડાનો ધુમાડો આંખોમાં બળતારા પાણી નીકળવુ ખંજવાળ ઈંફેક્શન વગેરેનુ કારણ બની શકે હ્ચે. જો ફટાકડાની ચિનગારી આંખમાં જાય તો રોશની પણ જઈ શકે છે. તેથી જરૂરી છે કે  થોડી સાવધાની રાખો. 
- આંખ ધોવા માટે ઠંડા પાણીનો જ ઉપયોગ કરો. અને આંખોને મસળવાથી કે રગડવાથી બચો નહી તો વધુ પરેશાની થશે. 
- જો કૉન્ટેક્ટ લેંસ પહેરો છો તો ફટાકડા ફોડતી વખતે તેને કાઢી મુકો 
- રાત્રે સૂતી વખતે આઈ ડ્રોપ નાખો.  વચ્ચે પણ જો આંખમાં તકલીફ દુખાવો કે લાલ થઈ જવી ખંજવાળ આવે તો પણ આઈઝ ડ્રોપ નાખો. 
 
- જો આંખમાં ઈરિટેશન કે ચિનગારી જતી રહે તો સૌ પહેલા આંખોને પાણીથી ધુઓ . ત્યારબાદ તરત કોઈ ડોક્ટર પાસે ચેકઅપ કરાવો. 
 
વાળ અને ત્વચાની સુરક્ષા પણ જરૂરી 
- ફટાકડાનો ધુમાડો આંખોને નુકશાન પહોંચાડે છે. તો બીજી બાજુ વાળ અને ત્વચામાં શુષ્કતા પિંપલ્સ જેવી સમસ્યાઓ પણ થાય છે. જેમની સ્કિન સેંસિટિવ હોય છે તેમને વધુ પરેશાનીનો સામનો કરવો પડે છે. 
- ફટાકડા ફોડતી વખતે ફુલ કપડા પહેરો અને મોઢા પર માસ્ક જરૂર લગાવો 
- પ્રદૂષણથી બચવ માટે તમારી ત્વચા પર એંટ્રી પોલ્યૂશન સીરમ લગાવી લો 
- રાત્રે સૂતા અફેલા એક્સફોલિએટ અને ક્લિજિંગ કરવી ન ભૂલો. જેથી બધી ધૂળ મટી નીકળી જાય 
- ઓછામાં ઓછુ 8 ગ્લાસ પાણી પીવો જેથી બૉડી અને ત્વચા બંને હાઈડ્રેટ રહે. 
- ફટાકડા ફોડતી વખતે વાળને સ્કાર્ફ કે હેટ વડે કવર કરો 
 
 
કાનને પણ થઈ શકે છે નુકશાન 
- ફટાકડાનો ધુમાડો જ નહી પણ તેનાથી થનારો અવાજ પણ તમારે માટે ખતરનાક છે.  તમે થોડી વાર ફટાકડા પાસે ઉભા રહો થોડી વાર પછી તમે અનુભવ કરશો કે કાનમાં સાધારણ અવાજ અને કંપન જેવુ થઈ રહ્યુ છે. એટલુ જ નહી તેજ અવાજ તમને બહેરા પણ બનાવી શકે છે 
- એયર પ્લગ કે એયર માસ્ક લગાવીને ફટાકડા ફોટો 
- નાના બાળકોને ઘરની અંદર જ રાખો 
- પાલતૂ જાનવરોને પણ ઘરની બહાર ન નીકળવા દો 
- કાન સંબંધી કોઈ તકલીફ થાય તો તરત જ ડોક્ટરને બતાવો 
 
જો હાથ પગ દાઝી જય તો તેના પર ઠંડુ પાણી નાખો. તેના પર નારિયળ તેલ, લીમડાનુ તેલ, એલોવેરા  કે મધ લગવો. તેનાથી આરામ મળશે. પછી તરત જ ડોક્ટરને બતાવો. 

સંબંધિત સમાચાર

Next Article