સુરતમાં ઉધના મગદલ્લા રોડ પર રહેતી 42 વર્ષીય વહુને સસરાએ ગરમ પાણી નાખી ગંભીર રીતે દઝાડી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરેલુ હિંસામાં ત્રણ દિવસથી માર ખાય રહેલી પીડિત વહુએ કહ્યું હતું કે, મોઢું બચાવવા જતા પીઠ પર ઉકળતા ગરમ પાણીથી દાઝી ગઈ એટલે સારવાર માટે સિવિલ આવી છું.
પીડિત વહુએ સસરા સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા સસરા બાથરૂમમાં ઘૂસીને મને જબરજસ્તી નવડાવે, કહેવા જાઉં તો ઢીક્ક મુક્કીનો માર મારી ઘર બહાર કાઢી મૂકે છે. જ્યારે પતિ અને 17 વર્ષનો દીકરો માત્ર તમાશો જોયા કરે છે. સિવિલના ડોક્ટરો પણ પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા છે. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, લગ્નને 22 વર્ષ થઈ ગયા છે. બસ ત્યારથી જ સાસુ-સસરાના અત્યાચાર સહન કરી રહી છું. પતિને કઈ પણ ચઢામણી કરે એટલે મને માર પડે હવે એ સામાન્ય બની ગયું છે. અવાર નવાર માર મારતા આવ્યા, પોલીસની મદદ લીધી તો કલાકો સુધી ઘર બહાર રહેવા મજબૂર બની. બસ હવે આ તમામ તકલીફોમાંથી માત્ર મોત જ બહાર કાઢી શકે છે.
લગ્નને 22 વર્ષ થઈ ગયા છે. બસ ત્યારથી જ સાસુ-સસરાના અત્યાચાર સહન કરી રહી છું. પતિને કઈ પણ ચઢામણી કરે એટલે મને માર પડે હવે એ સામાન્ય બની ગયું છે. અવાર નવાર માર મારતા આવ્યા, પોલીસની મદદ લીધી તો કલાકો સુધી ઘર બહાર રહેવા મજબૂર બની. બસ હવે આ તમામ તકલીફોમાંથી માત્ર મોત જ બહાર કાઢી શકે છે.આજે સવારે મારા સાસુએ કહ્યું કે, વહુએ મારા પર પાણી રેડ્યું એટલે મારા સસરા દોડી આવ્યા અને વહેલી સવારે બાથરૂમમાં ઘૂસી ઠંડીમાં ઠંડા પાણીથી નવડાવી ત્યારબાદ બહાર આવી તો ઉકળતું પાણી મારા પર ફેંક્યું ને હું મોઢું બચાવવા ફરી ગઈ તો પીઠના ભાગે દાઝી ગઈ હતી. પતિ અને 17 વર્ષનો છોકરા પણ તમાશો જોયા કરે પણ બચાવવા ન આવે, માતા-પિતાના મૃત્યુ બાદ માત્ર ભાઈ છે મધ્યસ્થી થાય તો એને પણ મારવાની ધમકી આપે છે.
એક અઠવાડિયાથી સાસુ-સસરાનો ત્રાસ સહન કરું છું, છેલ્લા ત્રણ દિવસથી મારી રહ્યા છે. 100 નંબર પર મદદ માટે ફોન કરું તો મારું આવી બન્યું, હવે માર સહન નથી થતો, અઢી વર્ષથી કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે. એવું લાગે છે મારો જીવ જશે પછી જ કોર્ટ કેસનો નિકાલ આવશે.