Surat Crime News - સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ

શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (00:18 IST)
સુરતમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટે પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ કોમ્પ્લેક્સમાં દરોડા પાડી થાઈ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું  ઝડપી પાડ્યું હતું. પોલીસે સંચાલક અને ગ્રાહકોની ધરપકડ કરી સેક્સ રેકેટમાં ફસાયેલી થાઇલેન્ડની 6 યુવતીઓને છોડાવી હતી. વર્ક પરમિટ પર આવેલી વિદેશી યુવતીઓનો ગેરકાયદેસર ઉપયોગ કરી દેહવિક્રયના ધંધામાં ધકેલવામાં આવતી હતી. થાઈલેન્ડની યુવતીઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહવેપારનો ધંધો કરાવી કમિશન મેળવી તેમજ આ કામ માટે સંચાલક તરીકે યોગેશ રાણાભાઇ ડાંગરને નોકરીએ રાખ્યો હતો.
 
બોગસ ગ્રાહક મોકલી પોલીસે રેડ કરી
 
પોલીસે બાતમી આધારે એક બોગસ ગ્રાહક મોકલી વોચ ગોઠવી હતી. દરમિયાન ગ્રાહકે ઈશારો કરતા પોલીસ રેડ કરી હતી. જેમાં સ્પામાં ચાર જેટલી કેબિનો મળી આવી હતી. એક કેબિનમાં બોગસ ગ્રાહક અને એખ યુવતી મળ્યા હતા. અન્ય એક કેબિનમાં ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક કેબિનમાં ત્ચાર યુવતીઓ મળી આવી હતી. યુવતીઓની પૂછપરછ કરતા તમામ થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગ્રાહક અને સ્પાનો સંચાલક યોગેશ રાણાભાઇ ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સ્પાની માલિક જ્યોતી સુંદરલાલ દાસને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
 
સ્પાના સંચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સ્પાની માલિક જ્યોતિ અને યોગેશ મસાજ કરાવવા બહારથી ગ્રાહકો આવે તેને શરીરસુખ માટે 3000 રૂપિયા વસૂલતા હતા. આ રૂપિયામાંથી યુવતીઓને 1000 રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસે સ્પામાંથી થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરાવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 4 મોબાઈલ, 13 હજારની રોકડ, પેટીએમ મશીન અને ચોપડાની કુલ 71 હજારની મત્તા કબજે કરી છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં વિઝીટર પરમીટ પર આવી વર્ક પરમીટ પર કામ કરતી યુવતીઓને સેક્સ રેકેટમાં જોડી દેવામાં આવી હતી.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર