અમદાવાદમાં પુસ્તકો અને રમકડામાં છુપાવીને લવાતું ડ્રગ્સ ઝડપાયું, 46 લાખનો જથ્થો જપ્ત કરાયો

Webdunia
શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (15:04 IST)
Drugs hidden in books and toys were caught
Drugs hidden in books and toys - અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કેનેડાથી ભારત ડ્રગ્સ મોકલવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ડાર્ક વેબ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી કેનેડા, અમેરિકા અને ફુકેટથી આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની દ્વારા પુસ્તકો  અને રમકડામાં છુપાવીને ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે. પુસ્તકના પાનામાં ડ્રગ પલાળીને રાખવામાં આવતું અને ડિલિવરી પછી પાનાનાં નાના ટુકડાઓ કરીને ડ્રગ તૈયાર કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે

સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગે મોટી સંખ્યામાં બુક્સ અને રમકડા પકડ્યા છે. 2.31 ગ્રામનું 2 લાખ 31 હજારનું કોકેઈન અને 6 કિગ્રા આંતરરાષ્ટ્રીય ગાંજો પકડાયો છે જેની કિંમત 46 લાખથી વધુની થાય છે. ડ્રગ માફિયા ભારતના અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સ મોકલતા હતા. આ માટે તેઓ ડાર્ક વેબ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. માફિયાઓ US, કેનેડા, ફુકેટથી ડ્રગ્સ મોકલતા હતા. કુરિયર કંપનીની આડમાં બુક, રમકડાંમાં ડ્રગ્સ મોકલતા હતા. બુકમાં ડ્રગ્સ પલાળી રાખવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. ડ્રગ માફિયા ડિલીવરી બાદ પાનાના નાના ટુકડા કરી ડ્રગ્સ તૈયાર કરતા હતા. સાયબર યુનિટ, કસ્ટમ વિભાગે બુક, રમકડાંમાંથી ડ્રગ્સ ઝડપ્યું છે. ડ્રગ્સ પેડલર્સ, ખરીદનારને ટ્રેસ કરી લેવાયાનો પણ દાવો સાયબર યુનિટ દ્વારા કરાયો છે.

સંબંધિત સમાચાર

Next Article