ટીમ ઈન્ડિયાના ક્રિકેટરની પત્નીને મળી જાનથી મારી નાખવાની ધમકી! જાણો શું છે મામલો

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (11:01 IST)
ટીમ ઈડિયાનાં ફાસ્ટ બોલર દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનનાં પૂર્વ પદાધિકારી અને તેમનો પુત્ર છે. આવામાં હવે દિપકના પિતાએ આગરામાં આ બાબતે પોલીસ પાસે એફઆઈઆર નોધાવી છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. 
 
શું છે સમગ્ર મામલો?
દીપક ચહરની પત્નીએ ધ્રુવ પરીખ અને કમલેશ પરીખ પર છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ લગાવ્યો છે. દીપકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર મુજબ, તેમની પુત્રવધૂ જયા ભારદ્વાજે આગ્રા સ્થિત ધ્રુવ પરીખની પેઢી પરીખ સ્પોર્ટ્સ એન્ડ શોપ સાથે બિઝનેસ માટે ઓનલાઈન કાનૂની કરાર કર્યો હતો. તેણે 7 ઓક્ટોબર, 2022ના રોજ ધ્રુવ પરીખને બિઝનેસમાં ભાગીદારીના બદલામાં 10 લાખ રૂપિયા નેટ બેંકિંગ દ્વારા ચૂકવ્યા હતા. આ પછી ધ્રુવનો ઇરાદો બગડી ગયો અને તેણે પૈસા પડાવી લીધા.
  
જાનથી મારી નાખવાની ધમકી 
હવે જ્યારે જયા ભારદ્વાજે ધ્રુવ પરીખને તેના પૈસા પરત કરવા કહ્યું, ત્યારે તેણે રકમ પરત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને તેની ઉચ્ચ પહોંચનો ઉલ્લેખ કરીને ધમકી આપી. દીપક ચાહરના પિતાએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે આરોપીઓ પૈસાની માંગણી માટે તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે.
 
આગ્રાના હરિપર્વત પોલીસ સ્ટેશન વિસ્તારનો  છે મામલો 
કમલેશ પરીખ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં રાજ્યની ટીમોના મેનેજર રહી ચૂક્યા છે. તેમનો પુત્ર આગ્રાના એમજી રોડ પર પરીખ સ્પોર્ટ્સ નામની પેઢી ચલાવે છે. દીપક ચાહરનો પરિવાર આગ્રાના શાહગંજ વિસ્તારમાં માનસરોવર કોલોનીમાં રહે છે. આવી સ્થિતિમાં દીપકના પિતા લોકેન્દ્ર ચહરે આ મામલે FIR નોંધાવી છે. આ મામલો આગ્રાના હરિપર્વત પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article