ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈંડિયાએ ચોથી ટેસ્ટમાં અંતિમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યુ. ટીમ ઈંડિયાનો દરેક બેટ્સમેન ઓસ્ટ્રેલિયાઈ બોલિંગ પર સામી છાતીએ રમ્યો. શુભમન ગિલની વાત કરો કે પછી પુજારાની ભારતીય બેટ્સમેનોએ જબરજસ્ત રમત બતાવી.
પંતે તોડ્યો ધોનીનો રેકોર્ડ
ભારતના ડાબા હાથના બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant)પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના બેટનો દમ બતાવ્યો અને તેમણે ટેસ્ટ ક્રિકેટમા પોતાના 1000 રન પુરા કરી લીધા છે. તે સૌથી ઝડપથી 1000 રન પુરા કરનારા વિકેટકિપર બની ગયા છે.
પંતએ(Rishabh Pant) ગાબા ઈંટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધિ ભારતની છે. પંતે પૈટ કમિસની બોલ પર ચોક્કો મારીને પોતાના 1000 રનનો આંકડો પુરો કર્યો.
23 વર્ષના પંતે અહી સુધી પહોચવા માટે 27 દાવ રમ્યા. તેમના પહેલા આ રેકોર્ડ ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના નામે હતી. જેમણે 32 ટેસ્ટ રમતમાં 1000 રન પુરા કર્યા હતા.
પંતે (Rishabh Pant)ભારત માટે 16 વનડે અને 28 ટી-20 મેચ રમી છે. જેમા ક્રમશ 374 અને 210 રન બનાવ્યા છે.
ટીમ ઈંડિયાએ બતાવ્યો દમ
બ્રિસબેનના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ટીમ્ ઈંડિયા સામે 328 રનનો લક્ષ્ય મુક્યો હતો. જ્યા ટીમ ઈંડિયાના મોટાભાગના ખેલાડી ઘાયલ છે અને આ રમતમાં ભાગ ન લઈ શક્યા. એવુ લાગી રહ્યુ હતુ કે ભારત માટે લક્ષ્યને પાર કરવુ મુશ્કેલ છે પણ મૈચના અંતિમ દિવસે ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન બતાવ્યુ.
શુભમન ગિલે 146 બોલ પર 91 રનની શાનદાર રમત રમી બીજીબાજુ પુરારાએ 211 બોલ પર 56 રન બનાવ્યા. આ ઉપરાંત ઋષભ પંતે (Rishabh Pant) જોરદાર બેટિંગ કરી અને 89 રન બનાવીને નોટ આઉટ રહ્યા.