હાર્દિક પંડ્યાના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું

રવિવાર, 17 જાન્યુઆરી 2021 (08:53 IST)
ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક (Hardik Pandya) અને કૃણાલ પંડ્યાના (Krunal Pandya) પિતા હિમાંશુ ભાઈનું (Himanshu Pandya) દુ:ખદ અવસાન (Death) થયું છે. હાર્દિકના પિતાને વહેલી સવારે હ્યદય રોગનો (Heart Attack) હુમલો આવતા તેમનું નિધન થયું છે. જાણકારી મળ્યા બાદ કૃણાલે સૈયલ મુશ્તાક અલી ટ્રૉફીમાં બરોડા ટીમની કેપ્ટન્સી છોડી દીધી છે. હિમાંશુ પંડ્યાનું વડોદરા ખાતેના તેમના નિવાસમાં નિધન થયું છે. બંને ભાઈઓને ક્રિકેટર બનાવવા માટે પિતા હિંમાંશુ પંડ્યાએ લોહી-પાણી એક કર્યા હતા. 
 
સંઘર્ષ કરીને પિતાએ હાર્દિક-કૃણાલને ક્રિકેટર બનાવ્યા હતા
હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુભાઈશહેરમાં સામાન્ય સ્થિતિમાં નોકરી કરતા એક વ્યક્તિના બંને દીકરાઓને ક્રિકેટર બનાવવા માટે તેમણે પોતાનું બધુ કઈક આપ્યું હતું. સુરતથી વડોદરા આવી અને બંને સંતાનોને ક્રિકેટર બનાવવા માટે તેમણે પણ ખૂબ મહેનત કરી હતી. હાલમાં વડોદરામાં ગોરવા વિસ્તારમાં તેમનું નિવાસસ્થાન છે હિમાંશુ ભાઈ મોટા ભાગે ત્યાં રહેવાનું પસંદ કરતા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર