Sarfaraz Khan: કાશ્મીરી યુવતીના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયા સરફરાજ ખાન, અચાનક કર્યા લગ્ન

Webdunia
સોમવાર, 7 ઑગસ્ટ 2023 (11:52 IST)
આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનારા સ્ટાર બેટ્સમેન સરફરાજ ખાન(Sarfaraz khan)એ કાશ્મીરની એક્યુવતી સાથે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર સરફરાજ ખાનના લગ્નની તસ્વીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.  મુંબઈમાં જન્મેલા સરફરાજ ખાને કાશ્મીરની યુવતી રોમાના જહૂર સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન કાશ્મીરના શોફિયા જીલ્લાના પેશપોરા ગામમાં થયા. 

 
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર સરફરાજ ખાન (Sarfaraz Khan Marriage) ના લગ્નની તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમા તેઓ કાળા રંગની શેરવાની પહેરીને દુલ્હા બન્યા છે.  જ્યારે કે તેમની પત્નીએ લાલ રંગનો લહેંગો પહેર્યો છે.  બંનેની જોડી ફેંસને ખૂબ ગમી રહી છે અને ફેંસ સરફરાજ ખાનને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યા છે.  

<

Indian Cricketer sarfaraz Khan married in Pashpora Village of District Shopian, #JammuAndKashmir #SarfarazKhan #IndianCricket pic.twitter.com/G0qZeg1ZWk

— Bharat Verma (@Imbharatverma) August 6, 2023 > <

 

ઉલ્લેખનીય છે કે સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમને હજુ સુધી ભારતીય ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.

25 વર્ષીય સરફરાઝ ખાને 39 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3559 રન બનાવ્યા છે જેમાં 13 સદી સામેલ છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 301 રન રહ્યો છે. તેની બેટિંગ એવરેજ 74.14 છે. લિસ્ટ-એ ક્રિકેટમાં સરફરાઝ ખાને 31 મેચમાં 2 સદી સહિત 538 રન બનાવ્યા છે. સરફરાઝ ખાને 88 ટી-20 મેચમાં 1134 રન બનાવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article