IPL Auction 2025 - મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર

Webdunia
શનિવાર, 23 નવેમ્બર 2024 (18:54 IST)
IPL Auction 2025 gujarati- IPL 2025ની હરાજી માટે 13 દેશોના કુલ 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સ્કોટલેન્ડનો એક ખેલાડી અને ઝિમ્બાબ્વેના 3 ખેલાડી સામેલ છે. આ મેગા ઓક્શનમાં 81 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે જ્યારે 27 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા છે.

06:59 PM, 23rd Nov
 
IPL 2025 ની મેગા હરાજી 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં બપોરે 3 વાગ્યે યોજાવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તે બપોરે 3:30 કલાકે શરૂ થશે. આ ફેરફારનું કારણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં ચાલી રહેલી ટેસ્ટ મેચ છે. 22 નવેમ્બરે ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ લંબાયો હતો. આવી સ્થિતિમાં હરાજીનો સમય બદલવો પડ્યો.
Next Article