Rajkot match today- રાજકોટમાં રમાયેલી મૅચ ભારતે ઇંગ્લૅન્ડને હરાવીને જીતી લીધી છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની આ સૌથી મોટી જીત છે. ભારતે ઇંગ્લૅન્ડને 434 રને હરાવ્યું છે.
રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે બીજી ઇનિંગમાં 430 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. ભારતે આ સ્કોર ચાર વિકેટ ગુમાવીને બનાવ્યો હતો.
આ સાથે ભારતે ઇંગ્લૅન્ડને બીજી ઇનિંગમાં મૅચ જીતવા માટે 557 રન બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો.
બીજી ઇનિંગની ખાસિયત હતી યશસ્વી જયસ્વાલની બેટિંગ. જયસ્વાલે બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી છે.
આ સાથે જ તેઓ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ટેસ્ટ મૅચમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતના પ્રથમ બૅટ્સમૅન અને ક્રિકેટ રમતા દેશોમાં બીજા ખેલાડી બન્યા છે.
આ અગાઉ પાકિસ્તાનના વસિમ અક્રમે 17 ઑક્ટોબર, 1996ના દિવસે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મૅચમાં એક જ ઇનિંગમાં 12 છગ્ગા ફટકારીને આ વિક્રમ રચ્યો હતો. અક્રમ બાદ આવી બેટિંગ કરનારા ક્રિકેટર ભારતના યશસ્વી જયસ્વાલ બન્યા છે.