રવિચંદ્રન અશ્વિન અચાનક ત્રીજી ટેસ્ટમાંથી કેમ થયા બહાર, હવે કોણ હશે ભારતનો પાંચમો બોલર

શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (12:16 IST)
ભારત અને ઈગ્લેંડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીનો ત્રીજો મુકાબલો રાજકોટમાં રમાય રહ્યો છે. રાજકોટમાં થઈ રહેલા આ મેચમાં બીજા દિવસે સ્ટંપ્સ સુધી  ઈગ્લેંડે 2 વિકેટના નુકશાન પર 207 રન બનાવી લીધા હતા. બેન ડકેટ 133 રન બનાવીને અણનમ રહ્યા. જો કે મોડી રાત્રે સમાચાર આવ્યા કે બીજા દિવસે 500 ટેસ્ટ વિકેટ પૂરા કરનારા રવિચંદ્રન અશ્વિને ટીમ ઈંડિયા પાસેથી પોતાનુ નામ પરત લઈ લીધુ છે.  અશ્વિન શુક્રવારે ઈગ્લેંડ વિરુદ્ધ રમાય રહેલી ત્રીજા ટેસ્ટથી હટી ગયા. બીસીસીઆઈએ આ અપડેટને કંફર્મ કર્યુ છે અને બતાવ્યુ કે અશ્વિન મેડિકલ ઈમરજેંસીને કારણે રાજકોટ ટેસ્ટમાંથી હટી ગયા છે, પણ બોર્ડએ આ નહી બતાવ્યુ કે છેવટે શુ મેડિકલ ઈમરજેસી છે. 
 
બીસીસીઆઈએ અશ્વિને અચાનક નામ પરત લેવાને લઈને રજુ પ્રેસ રિલીઝમાં બતાવ્યુ, "રવિચંદ્રન અશ્વિન મેડિકલ ઈમજજેંસીના કારણે તત્કાલ પ્રભાવથી ટેસ્ટ ટીમમાંથી હટી ગઈ છે. આ પડકારરૂપ સમયમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ટીમ સંપૂર્ણ રીતે અશ્વિનનુ સમર્થન કરે છે. 
 
બીસીસીઆઈ પોતાની પ્રેસ રિલીઝમાં આગળ લખ્યુ બીસીસીઆઈ ચેમ્પિયન ક્રિકેટર સાથે છે. ખેલાડીઓ અને તેમના પ્રિયજનોનુ સ્વાસ્થ્ય અત્યંત મહત્વપૂર્ણ વિષય છે. બોર્ડ અશ્વિન અને તેમના પરિવારની ગોપનીયતાનુ સમ્માન કરવાનો અનુરોધ કરે છે. કારણ કે તે એક પડકારપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.  પ્રેસ રિલીઝમાં આગળ કહેવામાં આવ્યુ કે બોર્ડ અને ટીમ અશ્વિનને દરેક રીતે જરૂરી મદદ પ્રદાન કરવા ચાલુ રાખશે.  સાથે જ જો જરૂર પડે તો તે તેમએન દરેક પ્રકારનુ સમર્થન આપવા તૈયાર છે. ટીમ ઈંડિયા આ સંવેદનશીલ સમય દરમિયાન પ્રશંસકો અને મીડિયાની સમજ અને સહાનુભૂતિની પ્રશંસા કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર