પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન, પઠાણ અને પંડ્યા બંધુઓને આપ્યું હતું કોચિંગ

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (14:21 IST)
jasmin nayak
- જસ્મીન નાયકે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું.
- હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું
-  જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ ચાહકોને વધુ એક આંચકો

વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું 67 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તેમણે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું.હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું, ત્યારે હવે પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ ચાહકોને વધુ એક આંચકો લાગ્યો છે. તેઓ શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા હતા.

જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા.તેમણે ઇરફાન અને યુસુફ પઠાણ તેમજ હાર્દિક અને કૃણાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું. જસ્મીન નાયકે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેમણે 21 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્રના વિરારમાં થયો હતો.

ભારતીય ક્રિકેટ જગતના અગ્રણી અને પૂર્વ ક્રિકેટર ડી.કે. ગાયકવાડનું 13મી ફેબ્રુઆરીએ 95 વર્ષની  વયે નિધન થયું હતું. દત્તાજીરાવ ગાયકવાડનો જન્મ 1928ની 27 ઓક્ટોબરે થયો હતો. તેઓ ભારતના પૂર્વ ઓપનિંગ બેટર અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા. તેઓ ઘણા દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર