ભારત અને ઈગ્લેંડ વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ વનડે ગુરૂવારના નોર્ટિઘમના ટ્રેંટ બ્રિજ મેદાન પર રમાઈ. ભારતે મેચ સહેલાઈથી આઠ વિકેટથી જીતી લીધી. આ મેચમાં કપ્તાન વિરાટ કોહલીએ 82 બોલ પર 75 રનની રમત રમી. વિરાટની પત્ની અનુષ્કા શર્મા પણ આ મેચને જોવા માટે સ્ટેડિયમમાં હાજર હતી. અનુષ્કાએ શિખર ધવનની પત્ની આયશા ધવન સાથે મેચનો આનંદ ઉઠાવ્યો.
મેચ દરમિયાન અનુષ્કા ખૂબ ખુશ દેખાય રહી હતી. વિરાટે જેવા જ પચાસ રન પુરા કર્યા કે અનુષ્કાના ચેહરાની સ્માઈલ બમણી થઈ ગઈ અને તે ઉભા થઈને તાલી વગાડવા માંડી. અનુષ્કાએ ભારતની જીત પછી સ્ટેડિયમ પરથી ફ્લાઈંગ કિસ પણ મોકલ્યુ.