ભારતીય ક્રિકેટ ટીમ 2 જૂનના રોજ ઇંગ્લેન્ડ જવા રવાના થવાની છે, જ્યાં 18 જૂનથી ન્યુઝીલેન્ડ સામે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાવાની છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલા તમામ ખેલાડીઓ મુંબઈ પહોંચી ગયા છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે સખત પરસેવો પાડી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ઓફ કંટ્રોલ એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઋષભ પંત, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને મયંક અગ્રવાલ જીમમાં સખત પરસેવો પાડી રહ્યા છે.
કેપ્ટન વિરાટ કોહલી સહિત મુંબઇમાં રહેતા ખેલાડીઓ ટીમમાં જોડાય ચુક્યા છે, પરંતુ હાલ તેઓ આઈસોલેશનમાં છે. તેમના વર્કઆઉટ્સની વ્યવસ્થા તેમની હોટલ રૂમમાં જ કરવામાં આવી છે. ઈમ ઈંડિયાને ઈગ્લેંડના પ્રવાસ પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પછી ઈગ્લેંડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. ન્યુઝીલેન્ડ પહેલાથી જ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યું છે અને તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા ઇંગ્લેન્ડ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે
— BCCI (@BCCI) May 26, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ સાઉથમ્પ્ટનમાં રમાવાની છે. ભારત અને ન્યુઝીલેન્ડ બંનેએ આ ઐતિહાસિક મેચ માટે પોતાની ટીમોની જાહેરાત કરી ચુક્યા છે. ભારતીય ટીમ જ્યાં રોકાઈ છે તે હોટલમાં જીમમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જીમમાં મુકેલા તમામ સાધનોની સમય-સમય પર સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)2021ના બાયો બબલમાં કોવિડ-19 ટેસ્ટમાં કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના પોઝિટીવ આવ્યા પછી તેને સ્થગિત કરવુ પડ્યુ હતુ. આવી સ્થિતિમાં, બીસીસીઆઈ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે કોઈ કસર છોડવા માંગતુ નથી.