Corona virus: છેવટે કેટલા દિવસ સુધી જીવતો રહે છે કોરોના વાયરસ ?

Webdunia
સોમવાર, 2 માર્ચ 2020 (13:03 IST)
કોરોના વાયરસે આખી દુનિયામાં આતંક ફેલાવ્યો છે. તેને લઈને હજુ પણ અનેક સવાલોના જવાબ મેડિકલ અને રિસર્ચની ટીમને મળ્યા નથી. પરિસ્થિતિ હજુપણ ચિંતાજનક છે. આ દરમિયાન એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે છેવટે આ વાયરસ કેટલા સમય સુધી જીવતો રહે છે. 
 
ચીનને ફેંકવી પડી હજારોની નોટ 
 
કોરોના વાયરસની અસર ચીનની કરેંસી પર પણ પડી છે. સ્થિતિ એ છે કે અહીના સેંટ્રલ બેંકે નોટોની સફાઈ શરૂ કરી છે. અત્યાર સુધી અનેક હજાર નોટોની સફાઈ કરવામા આવી ચુકી છે. એટલુ જ નહી અનેક હજાર નોટોને ચીને નષ્ટ કરી નાખી છે. મેડિકલ ટીમનુ માનવુ છેકે સેંટ્રલ બેંકે આ પગલુ એ માટે ઉઠાવ્યુ કારણ કે નોટ રોજ અનેક હજારો લોકોના હાથમાંથી થઈને પસાર થાય છે.  દેખીતુ છે કે અનેક એવા લોકોના હાથ સાથે નોટનો સંપર્ક આવ્યો હશે જે કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.  
 
જો કે કોરોના વાયરસના જીવતા રહેવાના સમય વિશે હજુ સુધી કશુ સ્પષ્ટ નથી થઈ શક્યુ. છતા આ અંગે કેટલીક મેડિકલ ટીમો આની શોધ કરવાની કોશિશ કરી રહી છે. 
 
અહી પણ છે સંયમની સ્થિતિ
 
રોગ નિયંત્રણ અને રોકથામના અમેરિકી કેન્દ્ર મુજબ અનેકવાર આ વાયરસ જાનવરોથી મનુષ્ય સુધી પહોંચી જાય છે. જો કે તપાસ ટીમને હજુ એ વિશે માહિતી નથી કે ચીનના વુહાનમાં કોરોના વાયરસ ફેલાવવાની શરૂઆત કયા જાનવરથી થઈ હતી. પણ શરૂઆતી અભ્યાસમાં જોવા મળ્યુ હતુ કે લોકો ઊંટના સંપર્કમાં આવ્યા પછી કોરોના વાયરસ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી (MERS)થી સંક્રમિત થયા હતા.  વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિંડ્રોમ (SARS) નું સંક્રમણ નાની બિલ્લીઓથે થયુ હતુ. 
 
9 દિવસ સુધી જીવતો રહી શકે છે 
 
માણસોમાં આવેલ  MERS અને  SARS જેવા કોરોનાવાયરસ નિર્જીવ પદાર્થો પર જોવા મળ્યા હતા. જેમા ઘાતુ, કાંચ કે પ્લાસ્ટિક વગેરેનો સમાવેશ છે. ધ જર્નલ ઑફ હોસ્પિટલ ઈંફેક્શન માં પ્રકાશિત એક રિસર્ચ મુજબ  MERS અને  SARS વાયરસ નિર્જીવ વસ્તુઓની કિનારીઓ પર નવ દિવસ સુધી જીવતો રહી શકે છે.  જો કે રિસર્ચ મુજબ ઘરમાં પડેલી રોજબરોજની જરૂરિયાતનો સામાનને ધોતા રહેવાથી વાયરસના ખતરાથી બચી શકાય છે. 
 
રિસર્ચમાં એ પણ બતાવ્યુ છે કે જાનવરોમાંથી માણસોમાં આવનારો કોરોના વાયરસને કોઈપણ સપાટી પર એક મિનિટમાં હટાવી શકાય છે. આ માટે  62% થી 71% એથનૉલ, 0.5% હાઈડ્રોજન પેરોક્સાઈડ કે 0.1% સોડિયમ હાઈપોક્લોરાઈટ કે બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Next Article