કોરોના વાયરસને કારણે મોરબીનો સિરામીક ઉદ્યોગ ટુંક સમયમાં બંધ થવાની શક્યતાઓ

બુધવાર, 4 માર્ચ 2020 (12:19 IST)
સમગ્ર વિશ્વમાં હાહાકાર માચાવનાર કોરોના વાઈરસની અસર મોરબીના સિરામિક વિટ્રીફાઈડના ઉદ્યોગ પર થઈ છે. સિરામિક પ્લાન્ટમાં  કિલનમાં વપરાતા રોલ તેમજ રો માટીરીયલ્સ તથા મશીનરી બધી વસ્તુ ચાઇના માંથી આવી રહ્યી છે પરંતુ કોરોના વાયરસના કારણે આ રો માટીરીયલ્સ તેમજ મશીનરી પાર્ટની સપ્લાય કરવાનો ચાયના સરકાર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તેથી હવે ફક્ત ૧૫ થી ૨૦ દિવસ જ સીરામીક પ્લાન ચાલુ રહી શકશે. બાદમાં મજબૂરીવશ સીરામીક પ્લાનને બંધ કરવાની ફરજ પડશે.આ મામલે મોરબીના ઉદ્યોગકરો કહી રહ્યા છે કે, સિરામિકમાં વપરાતું રો માટીરીયલ્સ જો ભારતમાં બનાવવામાં આવે તો આ ઉદ્યોગ વધુ વેગ વનતો બનશે અને અન્ય દેશની લાચારી નહીં ભોગવી પડે. સિરામિક ઉદ્યોગ વેગવંતુ બનાવવાનો મોકો છે એબ્રેસિવ અને નેનો નામનું કેમિકલ ફક્ત ચાયનામાં જ મળે છે, જેના લીધે મોરબી લાચાર છે.  સિરામિક ધારકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રો માટીરીયલ્સ જો ભારત સરકાર દ્વારા કોઇ ટેકનોલોજીની શોધ કરી તૈયાર કરવામાં આવે તો સીરામીકમાં ઘણો ફાયદો થઈ શકે તેમ છે અને ચાયનાની લાચારી ન ભોગવી પડે. હાલ  ૮૫૦ થી વધુ એકમો છે, કોરોના વાયરસનું ગ્રહણ મોરબીના સિરામિક ઉદ્યોગને લાગવથી પાંચ લાખથી વધુ બેરોજગાર લોકોને રોજગાર આપી રહ્યા છે જેના લીધે આટલા દિવસ સિરામિક પ્લાન ચાલ્યા પરંતુ હવે જો માટીરીયલ્સ સપ્લાય ચાલુ કરવામાં નહીં આવે તો ટુક સમયમાં પ્લાન બંધ કરવાની ફરજ પડશે.  
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર