ગુજરાતમાં કોરોના અમદાવાદના બ્રિટન, વડોદરા ત્રણ મહાનગરોમાં સૌથી વ્યાપક હોવાની સાથે એકંદરે સતત નવ દિવસથી 300 થી વધુ કેસ નોંધાયા છે પણ રાજય સરકારે હવે મર્યાદીત ક્નટેન્મેન્ટ ક્ષેત્ર સિવાય આર્થિક પ્રવૃતિ ચાલુ કરવા માટે મંજુર આપવા તૈયારી કરી છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં લોકડાઉન લંબાવવા મુદે બે દિવસમાં શ્રેણીબદ્ધ બેઠકો કરી છે અને કેન્દ્ર સાથે પણ સતત સંપર્કમાં છે તથા આજે કેન્દ્રીય ગાઈડલાઈન આપ્યા બાદ તેના પરથી ગુજરાતમાં લોકડાઉન-4નું માળખું રચાશે પણ રાજયમાં વ્યાપક છૂટછાટ હશે તે નિશ્ચિત છે. મુખ્યમંત્રીએ બે દિવસ પુર્વે જ જે ધિરાણ યોજના જાહેર કરી છે તેનો મહતમ લાભ આપવાની યોજના છે જે તા.21થી શરૂ થશે.
રાજયમાં ક્નટેન્મેન્ટ સિવાય બસ સેવા સોશ્યલ ડીસ્ટન્સ સાથે ચાલુ થઈ શકે છે. શહેરોની આંતરિક બસ સેવા પણ આ જ રીતે ચાલુ થશે. બજારો દિવસના મર્યાદીત કલાકો છૂટછાટ અપાશે અને રાત્રીના બંધનો યથાવત રહેશે તો રેસ્ટોરાને ટેઈક હોમ ડીલીવરીની છૂટ અપાશે. રાજય સરકાર તમામ તકેદારી સાથે ગુજરાત ફરી ધમધમતુ થાય તે જોશે. જો કે મોલમાં કઈ રીતે છૂટ આપવી તે પ્રશ્ર્ન છે. તેમાં રાહતની શકયતા છે. જેમાં મોલ સંચાલકો માટે નિયમો બનાવશે અને લીફટ ચાલુ કરવાની મંજુરી નહી આપે. પોલીસ હવે ‘પાસ’ નહી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા ભીડ ન થાય જેવા અમલમાં વધુ વ્યસ્ત હશે. જો કે ધાર્મિક, સામાજીક કે અન્ય કોઈ મેળાવડા પરના પ્રતિબંધ યથાવત રહેશે અને બગીચાઓ કે જાહેર સ્થળો તા.31 મે સુધી બંધ જ રહેશે.