રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતના 1,169 નવા કેસની પુષ્ટિ થઈ છે અને 8 સંક્રમિતોના મોત થયા છે.કોરોના સંક્રમણથી સાજા થયેલા 1,442 લોકોને હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ મુજબ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 1,52,765 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 3,577 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. 1,33,,852૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે કે 15,436 કેસ કોરોના એક્ટિવ છે જે કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
ગુજરાતમાં એક પોઝીટીવ સમાચાર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.04 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 51,65,670 ટેસ્ટ કરાયા છે. કોરોના કેસની જુદા જુદા રાજ્યોની વાત કરીએ તો આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 165, સુરત 78, વડોદરા કોર્પોરેશન 77, રાજકોટ કોર્પોરેશન 76, જામનગર કોર્પોરેશન 60, વડોદરા 40, મહેસાણા 39, રાજકોટ 29, અમરેલી 28, ગાંધીનગર કોર્પોરેશન 27, ભરૂચ 25, જામનગર 25, પાટણ 23, સુરેન્દ્રનગર 23, જુનાગઢ 21, જુનાગઢ કોપોરેશન 20, કચ્છ 20, ગાંધીનગર 19, પંચમહાલ 19, સાબરકાંઠા 19, ગીર સોમનાથ 18, અમદાવાદ 17, ભાવનગર કોર્પોરેશન 14, મોરબી 14, આણંદ 12, બનાસકાંઠા 11, દેવભૂમિ દ્વારકા 11, દાહોદ 10, નવસારી 10, મહીસાગર 8, તાપી 7, અરવલ્લી 6, ભાવનગર 6, ખેડા 6, પોરબંદર 6, નર્મદા 5, છોટા ઉદેપુર 4, વલસાડ 3, બોટાદ 2 મળી કુલ 1175 કેસો મળ્યા છે.