chaitra Navratri કોરોના સમય ગાળામાં 2021 માં માતા 9 દિવસની 9 ખાસ ભોગથી ખુશ થશે
માતાને આ ભોગ ચઢાવીને સફળ બનાવો તમારી નવરાત્રિ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદથી નવરાત્રીનો પર્વ શરૂ થાય છે. આ વર્ષે આ તહેવાર આજથી એટલે કે 13 એપ્રિલ, 2021 ને મંગળવારથી શરૂ થયો છે. નવરાત્રીના નવ દિવસોમાં મા દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજી વિશેષ કૃપા માતા માટે માતા દુર્ગાને નવરાત્રીના દરેક દિવસે પસંદનો ભોગ લગાવવું. તો ચાલો આપણે જાણીએ કે માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ માતાના કયાં રૂપને લગાવવું કયું ભોગ નવરાત્રિના પ્રથમ દિવસે માતા દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરાય છે. આ દિવસે ઘીનો ભોગ લગાવવાથે માણસને રોગ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.
નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરાય છે. મા બ્રહ્મચારિણીને ખાંડ અને પંચામૃતનો ભોગ લગાવવાથી માણસને લાંબી ઉમ્રનો વરદાન મળે છે.
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ માતાને દૂધ કે માવાથી બનેલી મિઠાઈનો ભોગ લગાવવાથી ધન અને વૈભવની પ્રાપ્તિ હોય છે.
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે માતાજીને માલપુઆનો ભોગ લગાવવાથી અને દાન આપવાથી માણસની બુદ્ધિ વિકાસ થવાની સાથે-સાથે તેમની નિર્ણય ક્ષમતા પણ
સારી હોય છે.
નવરાત્રિના પાંચમા દિવસે દુર્ગાની સ્કંદમાતાના રૂપમાં પૂજા હોય છે. પાચમના દિવસે દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.
નવરાત્રિના છઠમા દિવસે માતા કાત્યાયની રૂપમાં પૂજા કરાય છે. મા કાત્યાયનીને મીઠા પાનનો ભોગ લગાવીને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. માને મીઠા પાનનો ભોગ લગાંવીને સાધક સૌંદર્યનો વરદાન
મેળવી શકે છે. તે સિવાય ઘરમાં હમેશા સકારાત્મક વાતાવરણ બન્યુ રહે છે.
નવરાત્રિના સાતમા દિવસે માતાના કાલરાત્રી રૂપમાં પૂજા કરાય ચે આ દિવસે માતાને ગોળ કે ગોળથી બનેલી વાનગીનો ભોગ લગાવવાથી મનની દરેક ઈચ્છા પૂરી હોય છે અને માણસ દરેક પ્રકારના રોગોથી દૂર
રહે છે.
નવરાત્રિના નવમા દિવસે આદિશક્તિ માં દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા કરાય છે.દેવીને નારિયેળના ભોગ લગાવીને મનની દરેક ઈચ્છા પૂરી હોય છે. માણસ આર્થિક પરેશાનીઓથી બચ્યુ રહે છે.
નવરાત્રિના આઠમા દિવસે મા ના દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી રૂપની પૂજા કરાય છે. આ દિવસે માતાને જુદા જુદા પ્રકારના અન્નનો ભોગ લગાવો જેમ કે શીરો, ચણા-પૂરી, ખીર અને પુઆ અને પછી ગરીબોને દાન કરો. આ
કરવાથી જીવનમાં દરેક પ્રકારથી સુખ શાંતી બની રહે છે.