Chaitra Navratri 2021 - કળશ સ્થાપના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સોમવાર, 12 એપ્રિલ 2021 (23:11 IST)
આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થઇ રહી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે, ચૈત્ર નવરાત્રિમાં જો કોઇ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના સ્વરૂપોનું પૂજન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે.  . . હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે, ચૈત્ર નવરાત્રિમાં જો કોઇ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના સ્વરૂપોનું પૂજન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે

આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થઇ રહી છે.  હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે, ચૈત્ર નવરાત્રિમાં જો કોઇ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના સ્વરૂપોનું પૂજન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે.
 
 
કળશ સ્થાપનાના શુભ મૂહૂર્ત  
- કળશ સ્થાપના ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ કહેવાય છે
- તિથિ આરંભ - 12 એપ્રિલ સવારે 8-00 વાગે
 - તિથિ સમાપ્ત - 13 એપ્રિલ સવારે 10.16 વાગે 
- કળશ સ્થાપના શુભ મૂહુર્ત  - 13 એપ્રિલ સવારે 5.58થી 10-14 વાગ્યા સુધી
 
કળશ સ્થાપના પૂજા વિધિ 
 
- સવારે સૌથી પહેલા વહેલું ઉઠીને સ્નાન આદિ નિત્યક્રમ પતાવીને શુદ્ધ કપડા ધારણ કરીને પૂજા વિધિ શરૂ કરો.
 
-  પૂજાના સ્થાને લાલ કે સફેદ વસ્ત્ર બિછાવો. વસ્ત્ર પર થોડા ચોખા મૂકો. 
 
-  એક માટીના વાસણમાં જવ વાવો. આ પાત્ર પર જળ ભરેલો લોટો મુકો 
 
-  કળશ પર સ્વસ્તિક બનાવો. કળશમાં સાબુત સોપારી, સિક્કા અને ચોખા નાખો .
 
- આસોપાલવના પાન મુકો . નારિયેળ લો અને તેની પર ચુંદડી વાળું કપડું લપેટીને નાડાછડીથી બાંધો.  
 
- આ નારિયેળને કળશ ઉપર મુકીને દેવી દુર્ગાની આરાધના કરો. 
 
- આ પછી દીપ પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિમાં દેવીની પૂજા માટે સોનું, ચાંદી, પીત્તળ કે માટીના કળશ સ્થાપિત કરાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર