Labh Pancham Wishes in Gujarati 2025: લાભ પાંચમની શુભેચ્છા
શનિવાર, 25 ઑક્ટોબર 2025 (17:54 IST)
happy labh pancham
Labh Panchami 2025 Wishes in Gujarati - આ દિવસને ગુજરાતી લોકો નવા દિવસ તરીકે ઉજવે છે અને લાભ પાંચમના દિવસે નવા વેપારની શરૂઆત કરે છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહે છે. આ તહેવારને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારમાં લાભ અને જીવનમાં પુણ્ય કમાવવાનો છે. આ જ કારણ છે કે આ દિવસે ગણેશ-લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે. લાભ પંચમીના દિવસે ગુજરાતી વેપારીઓ દિવાળીના તહેવારની રજાઓ પછી પોતાના વેપારની શુભ શરૂઆત કરે છે. એવી ધારણા છે કે લાભ પાંચમે વેપાર શરૂ કરવાથી આખુ વર્ષ લાભ થાય છે. જો તમે તમારા સગાવહાલા, મિત્રો અને પરિવારના લોકોને શુભેચ્છા મોકલવા માંગો છો તો અમે લાવ્યા છીએ અહી કેટલાક શુભેચ્છા સંદેશ.
happy labh pancham
1 આ લાભ પાંચમ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી તમારા
ઘરને ઘન, ધાન્ય અને સમૃદ્ધિથી ભરી દે
શુભ લાભ પાંચમ
Happy Labh Pancham
2. આ લાભ પાંચમે લક્ષ્મી તમારી દરેક
મનોકામના પૂર્ણ કરે આ જ અમારી પ્રાર્થના
લાભ પાંચમની શુભેચ્છા
3. લાભ પાંચમના પાવન પર્વ પર
ભગવાન તમને અને તમારા પરિવારને
સૌભાગ્ય પ્રદાન કરે એ જ પ્રાર્થના
લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ
4. લાભ પાંચમના પાવન પર્વથી શરૂ થઈ રહેલા
તમારા વેપારને ઈશ્વર ખૂબ બરકત આપે
લાભ પાંચમની બધા વેપારીઓને શુભેચ્છા
મા લક્ષ્મી બધા કાર્યોમાં તમારી સાથે રહે એવી પ્રાર્થના