21 સપ્ટેમ્બર, એ દિવસ જ્યારે સમગ્ર દેશની આંખો ભીની થઈ ગઈ. દરેકના પ્રિય ગજોધર ભૈયાએ 42 દિવસ સુધી જીવનની લડાઈ લડ્યા બાદ અંતિમ શ્વાસ લીધા. બધાને હસાવનાર રાજુ રડતો રડતો ચાલ્યો ગયો. કોમેડિયનના અંતિમ સંસ્કાર આજે (ગુરુવારે) સવારે 9.30 વાગ્યે દિલ્હીમાં કરવામાં આવશે. રાજુ શ્રીવાસ્તવના નિધનથી શોબિઝ ઈન્ડસ્ટ્રી સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ
જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર આજે સવારે 9:30 વાગ્યે દિલ્હી નિગમબોધ ઘાટ પર થશે. દોઢ મહિના સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ 21 સપ્ટેમ્બરે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુના પાર્થિવ દેહને ગઈકાલે દ્વારકા નજીક દશરથપુરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. તેમના નાના ભાઈ દીપુ શ્રીવાસ્તવ અને મોટા ભાઈ સીપી શ્રીવાસ્તવ ગઈકાલે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. રાજુના પરિવારના સદસ્યએ ઈન્ડિયા ટુડે સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ગઈકાલે સવારે તેનું બીપી ખૂબ જ ઓછું થઈ ગયું હતું, ત્યારબાદ તેને CPR આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ અસર થઇ ન હતી
42 દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ
રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે કાર્ડિયાક અરેસ્ટ બાદ દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ટ્રેડમિલ પર દોડી રહેલા રાજુને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તે નીચે પડી ગયો. જેના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી.રાજુને દિલ્હીની એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. એઈમ્સના નિષ્ણાત ડોક્ટરોએ રાજુને બચાવવાનો પ્રયાસ કર્યો.