રાજુ શ્રીવાસ્તવે 5 સેકન્ડ માટે આંખ ખોલી, જાણો કોનાથી વાત કરી

શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (16:52 IST)
ગુરુવાર, 25 ઓગસ્ટના રોજ સવારે આઠ વાગે પત્ની શિખા ICUમાં આવી હતી. તેમણે પતિ રાજુને કહ્યું હતું કે કેટલા દિવસથી સૂતા છો, આંખ ખોલો, ઘરે ચાલો, ક્યાં સુધી આમ સૂતા રહેશો, અહીં પણ કોમેડી કરો છો કે શું? ત્યાર બાદ રાજુએ પાંચ સેકન્ડ માટે આંખો ખોલી હતી.
 
રાજુના સાળા આશિષ શ્રીવાસ્તવે આ અંગેની પુષ્ટિ પણ કરી હતી. રાજૂના ભાનમાં આવતા તેમની ફેમિલીમાં દરેકના ચહરા પર આનંદ છવાઈ ગયો હતો. 
 
રાજુ શ્રીવાસ્ત્વને આજે 15 દિવસથી પણ વધારે થઈ ગયા છે. હવે જઈને રાજૂ ભાઈને ભાવ આવ્યો છે. તેણે જેમજ આંખ ખોલી તો ભાભીજીના ઈશારાથી આ જાણવા ઈચ્છતા કે રાજૂ સમજી શકી રહ્યા છે કે ત્યાં છે અને કોણ છે. આટલા દિવસથી કઈક ખાધુ-પીધુ નથી. શરીરમાં તાકાત નથી અને ન તે કઈક બોલી શકી રહ્યા છે. તેના મોઢાથી નિકળ્યુ હા હું ઠીક છું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર